Site icon Revoi.in

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી તા.21મી એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે

(FILES) In this file photo taken on March 18, 2020 Britain's Prime Minister Boris Johnson leaves 10 Downing Street in central London. - Britain's Prime Minister Boris Johnson appeared to be on the road to recovery as Downing Street said the Prime Minister had returned to the ward at St Thomas' Hospital after spending three nights in the intensive care unit. (Photo by Adrian DENNIS / AFP)

Social Share

અમદાવાદઃ યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન બોરિસ જોન્સન આગામી 21મી એપ્રિલે પોતાના ભારત પ્રવાસના ભાગ રૂપે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ગત વર્ષે પણ બોરિસ જોન્સન ભારત મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોનાના કારણે બે વખત તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ યનાઈટેડ કિંગ્ડમ્ યાને બ્રિટિશના વડાપ્રધા બોરિસ જોન્સન આગામી 20મી તારીખથી ચાર દિવસના ભારતના પ્રવાસે આવી રહ્યા છે. જોકે હજુ સુધી બ્રિટિશ વડાપ્રધાનના ભારત પ્રવાસનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી.  પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, બ્રિટિશના પીએમની ભારતની મુલાતામાં ગુજરાતનો પ્રવાસ પણ સોમેલ છે. ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ આખો દિવસ અમદાવાદ અને વડોદરામાં પસાર કરી શકે છે. અમદાવાદમાં PM જોન્સન વિશ્વભરમાં જાણીતા બનેલા સાબરમતી આશ્રમની તથા વડોદરામાં તેઓ કન્સ્ટ્રક્શન સાધનો બનાવતી બ્રિટિશ કંપની JCBના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.

​​​​​ સૂત્રોએ ઉમેર્યું હતું કે, થોડા સમય પહેલા જ બ્રિટિશ ફોરેન સેક્રેટરી અને ભારતના વિદેશમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. બ્રિટિશ PMના ભારત મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરવા અને હાલમાં ચાલી રહેલા ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાટાઘાટો કરવાનો હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાછલા વર્ષે કોવિડ-19ની મહામારીના કારણે PM જોન્સનના ભારત પ્રવાસને બે વખત રદ કરવામાં આવ્યો હતો. તેઓ જાન્યુઆરી મહિનામાં 26મી જાન્યુઆરીના પરેડમાં ભાગ લેવાના હતા. આ ઉપરાંત એપ્રિલ 2021માં કોરોનાની બીજી લહેરના કારણે તેમનો પ્રવાસ રદ કરાયો હતો. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ કોરોનાના કારણે જ મે 2021માં G7 સમિટ માટે યુકે જવાનું કેન્સલ કર્યું હતું. જોકે બંને નેતાઓ ગત વર્ષે નવેમ્બરમાં ગ્લાગોમાં યોજાયેલી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં મળ્યા હતા.