રશિયા સાથે તમારી સારી મિત્રતા છે,એમ કહીને હુમલાઓને રોકવા યુક્રેને ભારતને અપીલ કરી
- યુક્રેનેનભારતને કરી અપીલ
- કહ્યું રશિયા સાથે તનારી સારી મિત્રતા છે તો હુમલો અટકાવવાનું કહો
દિલ્હીઃ- રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમલાો કરવામાં આવી રહ્યા છએ આવી સ્થિતિમાં રશિયા પર અનેક પ્રતિબંધોની માંગણી કરતા, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ ભારતને અપીલ કરી છે કે તે રશિયાને યુદ્ધ બંધ કરવા કહે.
આ મામલે તેમણે એક ટેલિવિઝન સંબોધન દરમિયાન, રશિયા પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. તેણે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી વિદેશી વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ગોળીબાર બંધ કરવાની પણ વિનંતી કરી છે.
તેમણે જણાવ્યું હતું કે “30 વર્ષથી યુક્રેન આફ્રિકા અને એશિયાના હજારો વિદ્યાર્થીઓ માટે આવકારદાયક ઘર હતું. યુક્રેને વિદેશી વિદ્યાર્થીઓને જવા માટે ટ્રેનોની વ્યવસ્થા કરી છે. હોટલાઈન સ્થાપિત કરી છે. દૂતાવાસો સાથે કામ કર્યું છે. યુક્રેનની સરકાર તેમના માટે સતત કામ કરી રહી છે.”આ સાથે જ યુક્રેનના વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે રશિયા જે દેશોના નાગરિકો યુક્રેનમાં છે તેમની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે જો રશિયા વિદેશી વિદ્યાર્થીઓના મામલામાં મદદ કરશે તો તે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવશે. તેમણે કહ્યું, “હું ભારત, ચીન અને નાઈજીરીયાની સરકારોને વિનંતી કરું છું કે તેઓ રશિયાને ગોળીબાર બંધ કરવા અને નાગરિકોને જવા દેવાની વિનંતી કરે.”
આ સિવાય કુલેબાએ કહ્યું કે રશિયા સાથે વિશેષ સંબંધોમાં જોડાયેલા ભારત સહિત તમામ દેશો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અપીલ કરી શકે છે કે આ યુદ્ધ દરેકના હિતની વિરુદ્ધ છે. તેમણે દલીલ કરી હતી કે સંઘર્ષનો અંત તમામ દેશોના શ્રેષ્ઠ હિતમાં છે આ સાથે જ તેમણે ભારત અને રશઇયાની મિત્રતાને ટાંકીને રશિયાને યુદ્ધને અટકાવવાનું કહેવા માટે ભારતને વિનંતી કરી હતી.