નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો યુક્રેનના સૈનિકો જવાબ આપી રહ્યાં છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ દાવો કર્યો હતો કે, રશિયા સામે યુદ્ધ માયે સાથી દેશો હથિયાર મોકલી રહ્યાં હતા. તેમજ રાષ્ટ્રપતિએ સેનાના સરન્ડરની વાતને નકારી હતી. આ ઉપરાંત યુક્રેન દ્વારા ઈયુના સભ્યપદની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
યુક્રેનિયનના રાષ્ટ્રપતિ વલોદિમીર જેલેંસ્કીને યુએસ સરકાર દ્વારા રાજધાની કિવથી નીકળી જવા કહ્યું હતું, પરંતુ જેલેંસ્કીએ ઇનકાર કર્યો છે. અમેરિકાના ગુપ્તચર વિભાગના એક વરિષ્ઠ અધિકારીને કે, યૂક્રેનીના પ્રમુખે કહ્યું છે કે ‘અહીં યુદ્ધ ચાલી રહ્યું છે. મને દારૂગોળો જોઈએ છે, યાત્રા નથી. જેથી અમેરિકાના અધિકારીએ જેલેંસ્કીને જોશીલા વ્યક્તિ કહ્યાં હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સકીએ EU પ્રમુખ ઉર્સાલા વોન ડેર લિન સાથે વાત કર્યા પછી EUના સભ્યપદની માંગ કરી છે. તેમણે કહ્યું કે તેમને યુક્રેનના સંઘર્ષ અને તેમના લોકોના મુક્ત ભવિષ્ય માટે યુરોપ પાસેથી મદદ માંગી છે. તેમણે કહ્યું કે યુક્રેન હાલમાં તેની સ્વતંત્રતા તેમજ યુરોપના ભવિષ્ય માટે લડી રહ્યું છે.
રશિયા તરફથી યુક્રેન ઉપર કરવામાં આવેલા હુમલા બાદ યુરોપીયન દેશોના સંઘ ઈયુએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. ઈયુના આ આકરા પ્રતિબંધોને અમેરિકાએ પણ સ્રથન આપ્યું છે. અમેરિકા સહિત હવે કુલ 30 દેશ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિર પુતિન અને તેમના ઉચ્ચ અધિકારીઓ સામે પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યાં છે. આ પ્રતિબંધોને કારણે રશિયાને આગળ આર્થિક અને કૂટનીટિક રીતે મોટા નુકસાનની સંભાવના છે.