યુક્રેન સંકટઃ- અમેરિકા, યુરોપીય સંઘ અને જી-7 દેશોએ રશિયા પર નવા પ્રતિબંઘો જારી કર્યા
- અમેરિકા સહીત જી-7 દેશોએ રશિયા પર લગાવ્યા પ્રતિબંઘ
- યુરોપિયન સંઘે પણ રશિયા પર પ્રતિબંઘો જાહેર કર્યા
દિલ્હીઃ- રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે, ત્યારે રશઇયાના આક્રમક વલણને લઈને અનેક દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે,યુક્રેન પર હુમલા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.હવે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને અન્ય G7 દેશોએ શુક્રવારે રશિયા પર તેમના આર્થિક પ્રતિબંધોમાં વધારો કર્યો.
આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેને કહ્યું કે યુએસ સહિત અન્ય દેશો દ્વારા સામૂહિક રીતે નવા પગલાં હવે રશિયન અર્થતંત્રને વધુ અસર કરશે. ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયાના હુમલા બાદથી રશિયન રૂબલ અને શેરબજાર પર ખરાબ અસર પડતી જોઈ શકાય છે. રશિયાના વેપાર વિશેષાધિકારો પર પ્રતિબંધો લાદવાની પણ વાત થઈ રહી છે.આ પહેલા પણ રશિયામાં મેકડોન્લ્ટ્સ, વિઝા માસ્ટરકાર્ડ, પૂજા સહીતની બ્રાંડે પોતાના કારોબાર રશઇયામાં બંધ કર્યા છે.
આ મામલે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંક સહિતની મોટી બહુપક્ષીય સંસ્થાઓના રશિયાના સભ્યપદના અધિકારોને સ્થગિત કરવા અને ક્રિપ્ટો-એસેટ્સના ઉપયોગ પર કડક કાર્યવાહી કરવા માટે પણ કામ કરી રહ્યું છે. આ સાથે જ વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું કે રશિયા અને તેના સાથી બેલારુસને લક્ઝરી નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જેમાં ઘડિયાળો, વાહનો, કપડાં, દારૂ અને દાગીનાનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધો રશિયા પર તરત જ લાગુ થશે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે બાઈડેને કહ્યું છે કે અમારા પ્રતિબંધોની રશિયન અર્થવ્યવસ્થા પર ખૂબ જ નકારાત્મક અસર પડી રહી છે. રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ઘણી બાબતો સામેલ છે. આમાં રશિયામાં નિકાસ કરવામાં આવતી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ રશિયાના ઉચ્ચ વર્ગ દ્વારા કરવામાં આવે છે. આ સાથે યુરોપિયન યુનિયન રશિયાથી લોખંડ અને સ્ટીલ ક્ષેત્રના સામાનની આયાત પર પણ નિયંત્રણો લાદશે.આ સાથે જ અમેરિકાએ પણ રશિયન સીફૂડ, વોડકા અને હીરાની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે.