યુક્રેનઃ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતીયોને સુરક્ષિત સ્થળો ઉપર જવા એમ્બીસીની અપીલ
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે 24 ફેબ્રુઆરીએ નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં યુક્રેનમાં રહેતા ભારતીયોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનની વર્તમાન સ્થિતિ અત્યંત અનિશ્ચિત છે. કૃપા કરીને તમે જ્યાં પણ હોવ ત્યાં શાંત રહો અને સુરક્ષિત રહો.
IMPORTANT ADVISORY TO ALL INDIAN NATIONALS IN UKRAINE AS ON 24 FEBRUARY 2022.@MEAINDIA @PIB @DDNEWS pic.twitter.com/e1i1lMuZ1J
— India in Ukraine (@IndiainUkraine) February 24, 2022
કિવ સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, કિવના પશ્ચિમી ભાગોમાંથી મુસાફરી કરનારાઓ સહિત કિવની મુસાફરી કરનારા તમામ લોકોને અસ્થાયી રૂપે તેમના સંબંધિત શહેરોમાં પાછા ફરવાની સલાહ આપવામાં આવે છે, ખાસ કરીને પશ્ચિમ સરહદી દેશો તરફ સુરક્ષિત સ્થળોએ.
એમ્બેસીએ કહ્યું છે કે, કોઈપણ અપડેટ માટે વધુ એડવાઈઝરી જાહેર કરવામાં આવશે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ સતત યુક્રેનમાં રહેતા ભારતીયોને યુક્રેન છોડીને ભારત પરત આવવાની અપીલ કરી રહ્યું હતું. તેમજ યુક્રેનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂતાવાસે અત્યાર સુધી અનેક એડવાઈઝરી જારી કરી છે.