Site icon Revoi.in

યુક્રેને પોતાના આ શહેરને પાછું મેળવ્યું, યુદ્ધ શરૂ થતાં જ રશિયાએ તેના પર કર્યો હતો કબજો

Social Share

દિલ્હી:પૂર્વી યુક્રેનનું ઇઝીયુમ શહેર એ આ શહેરોમાંથી એક હતું,જેને રશિયાએ યુદ્ધની શરૂઆતના થોડા દિવસો પછી 24 ફેબ્રુઆરીએ કબજે કર્યું હતું.માર્ચના અંત સુધીમાં,ઇઝીયુમ અલગ થઈ ગયું હતું અને ત્યાં કોઈ મોબાઇલ નેટવર્ક અને વીજળી નહોતી.હુમલાઓ વચ્ચે મોટાભાગના લોકો શહેર છોડીને ભાગી ગયા હતા અને રશિયાએ તેને તેનું કમાન્ડ સેન્ટર બનાવ્યું હતું.

લગભગ છ મહિના પછી યુક્રેને ફરી આ શહેરને પોતાના કબજામાં લઈ લીધું છે.10 સપ્ટેમ્બરના રોજ, યુક્રેને ખારકીવ પ્રદેશ પર જવાબી હુમલા હેઠળ શહેરને ફરીથી કબજે કરી લીધું છે.હુમલા અને બોમ્બ વિસ્ફોટોને કારણે શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે.સ્થાનિક રહેવાસીઓ પાસે કંઈ બચ્યું નથી.તેમના ઘરો બરબાદ થઈ ગયા છે.તેમની રહેવાની વ્યવસ્થા ખાક થઈ ગઈ છે, તેઓ તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરી શકતા નથી.

સાત મહિના પહેલા જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ઇઝીયુમની વસ્તી લગભગ 40 હજાર હતી, પરંતુ કેટલાક હુમલાથી બચવા માટે રશિયા ભાગી ગયા હતા.બાકીના ભોંયરામાં અથવા જાડી દિવાલો પાછળ સંતાઈ ગયા.રશિયન સૈનિકો તેમને ખાવા માટે કંઈક આપતા હતા, જે તેઓ ભાગ્યે જ મેળવી શકતા હતા.