યુક્રેન-રશિયા યુદ્ધઃ બોમ્બમારા અને મિસાઈલ હુમલામાં 651 ઈમારતો અને 3780 મકાનોને નુકસાન
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 27 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્યએ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર ભીષણ બોમ્બમારો કરવાની સાથે મિસાઈલથી હુમલા પણ કર્યાં છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે યુક્રેનની 651 જેટલી ઈમારતો અને 3780 મકાનોને નુકશાન થયું છે. યુદ્ધના પગલે મોટાભાગના લોકો મેટ્રો સ્ટેશન અને બંકરમાં રહેવા મજબુર બન્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના વિવિધ શહેરો ઉપર રશિયન સૈન્યના જવાનો બોમ્બ અને મિસાઈલથી હુમલો કરી રહ્યાં છે. બીજી તરફ યુક્રેનની સેના પણ રશિયન સૈન્યને તેની ભાષામાં જ જવાબ આપી રહી છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આત્મસમર્પણનો ઈન્કાર કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ નાટોની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ કહ્યું હતું કે, નાટોએ યુક્રેનનો સ્વીકાર કરવો જોઈએ, તેમણે યુક્રેનનો સ્વીકાર કરવો જોઈએ નહીં તો રશિયાથી ડરતા હોવાનું સ્વીકારવુ જોઈએ.
રશિયાના હુમલામાં યુક્રેનમાં 651થી વધારે ઈમારતો અને 3780થી વધારે આવાસોને નુકસાન થયું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, ક્રીમિયા, ડોનબાસ મુદ્દાનોનિકાલ માત્ર રાષ્ટ્રપતિ જ લાવી શકે છે આ એક લાંબી પ્રક્રિયા છે, તેનો ઉકેલ રાડા અને યુક્રેનના લોકો જ લાવી શકે છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના નિકાલ માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં બે તબક્કામાં બેઠક યોજાઈ છે પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી.