યુક્રેનના રાજદૂતે રશિયાની તુલના મૂઘલો સાથે કરી – કહ્યું, રાષ્ટ્રપતિ પુતિનના હાથે થઈ રહી છે માસુમોની હત્યા
- રશિયાના રાજૂતે પુતિનની તુલના મુધલો સાથે કરી
- કહ્યું માસુમોની હત્યા કરી રહ્યા છે પુતિન
દિલ્હી- રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ કર્યું છે તયારે આ સ્થિતિમાં વિશ્વભરના દેશો રશિયાની નિંદા કરી રહ્યા છે યુક્રેનના ખારકિવમાં રશિયન સેનાના બોમ્બિંગમાં ભારતીય વિદ્યાર્થીએ પણ જીવ ગુમાવ્યો હતો. દુખ વ્યક્ત કરતા યુક્રેને વિશ્વના નેતાઓને વ્લાદિમીર પુતિનને રોકવાનો પ્રયાસ કરવાની અપીલ કરી છે.
તો બીજી તરફ ભારતમાં યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ યુક્રેનને માનવતાવાદી સહાય આપવા માટે ભારતનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો ભારતમાં રાજપૂતો પર મુઘલો દ્વારા કરવામાં આવેલા હુમલા જેવો જ છે.
રાજદૂતે વધુમાં જણાવ્યું હચું કે “અમે તમામ મોટા નેતાઓ સાથે વાત કરી રહ્યા છીએ અને તેમાંથી એક મોદીજીનો પણ સમાવેશ થાય છે તેમણે કહ્યું કે ભારતે યુક્રેન પરના હુમલાને રોકવા માટે રશિયા સામે તેમના સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. રશિયાએ હવે હુમલો બંધ કરવો જોઈએ. બોમ્બ ધડાકાથી નાગરિકોને નુકસાન થઈ રહ્યું છે અને તેમના જીવ પણ જઈ રહ્યા છે.
વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ભારતીય વિદ્યાર્થીના મૃત્યુથી તેઓ ખૂબ જ દુઃખી છે. તેમણે કહ્યું કે રશિયન સેના હવે નાગરિકો પર હુમલો કરી રહી છે. આ પછી ભારતે રશિયા અને યુક્રેન બંનેને એ સુનિશ્ચિત કરવા કહ્યું હતુ કે તેઓ ભારતીયો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે.