યુક્રેનના સંરક્ષણ મંત્રી ઓલેસ્કી રેઝનિકોવને કરાયા સસ્પેન્ડ, રાષ્ટ્રપતિ એ કહ્યું – ‘નવા અભિગમ’ની જરૂર
દિલ્હીઃ- યુક્રેન અને રશઇયા વચ્ચેના યુદ્ધને લઈને બન્ને દેશઓ વિશઅવભરમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા હતા હાલ પણ યુક્રન તથા રશિયા ચર્ચામાં છે ત્યારે હવે યુક્રેનના રક્ષામંત્રીને સસ્પેન્ડ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રક્ષા મંત્રી ઓલેસ્કી રેઝનિકોવને પદ પરથી હાલ હટાવી દીધા છે. હવે, ઓલેકસી રેઝનિકોવના સ્થાને, યુક્રેનના સ્ટેટ પ્રોપર્ટી ફંડનું સંચાલન કરતા રૂસ્તમ ઉમેરોવને યુક્રેનના સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ તેમના સત્તાવાર ટેલિગ્રામ એકાઉન્ટ પર જાહેરાત કરી કે 500 દિવસથી વધુના યુદ્ધ માટે નવા સંરક્ષણ પ્રધાન ઉમેરોવના રૂપમાં નવા નેતૃત્વની જરૂર છે. તેમણે કહ્યું કે સંરક્ષણ મંત્રાલયે નવા અભિગમો અને વિવિધ ફોર્મેટ હેઠળ સેના અને સામાન્ય લોકો બંને સાથે સંપર્ક વધારવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ફેષના બ્રુઆરી મહિનામાં યુક્રેન પર રશિયાના હુમલા પહેલા રેઝનિકોવ મંત્રાલય સંભાળી રહ્યા હતા. યુક્રેનના સ્ટેટ પ્રોપર્ટી ફંડના વડા રૂસ્તમ ઉમારોવને નવા સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઝેલેન્સકીએ કહ્યું કે હવે સંરક્ષણ મંત્રાલયમાં ‘નવા અભિગમ’ની જરૂર છે. જેથી આ નિર્ણય લેવો જરુરી છે.