Site icon Revoi.in

UN સામે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ભડાશ, કહ્યું ‘રશિયા સામે એક્શન ન લઈ શકતા હોય તો સંસ્થા બંધ કરીદો’

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા દ્રારા યુક્રેન પર સતત હુમલાો કરીને વિનાશની સ્થિતિ સર્જવામાં આવી છે આવી સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્પતિ ઝેલેન્સ્કી સતત લોકોને મદદ માટે અપીલ કરી રહ્યા છે તો સંયુક્ત રાષ્ટ્રમાં પણ તેમણે રશિયા સામેનો મુદ્દો ઉઠાવ્યો હતો, જો કે પરિણામે તેમણે પોતાની ભડાશ યુએન પર નિકાળી છે.

રશિયન દળોની “ક્રૂરતા” ની વિગતો આપતા, તેમણે કહ્યું, “કેટલાક વિસ્તારોમાં કબજો કરવાના આદેશ આતંકવાદી સંગઠનોથી અલગ નથી આ કામ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે આંતરિક એકતા, સરહદો અને દેશોને નષ્ટ કરી રહ્યું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ વિતેલા દિવસને મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પર આકરા પ્રહારો કર્યા હતા,તેમણે કહ્યું કે જો તે રશિયા પર કાર્યવાહી ન કરી શકે તો તેણે આ સંસ્થાને બંધ કરી દેવી જોઈએ. દરમિયાન, ઝેલેન્સકીએ યુએનએસસીને કહ્યું કે રશિયન દળો દ્વારા કરવામાં આવેલ અતિરેક ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના કૃત્યોથી અલગ નથી. તેમણે “યુદ્ધ અપરાધો” કરવા બદલ રશિયન દળોને ન્યાયમાં લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની પણ માંગ કરી હતી.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલને વર્ચ્યુઅલ સંબોધન કર્યું, યુક્રેનમાં રશિયન યુદ્ધ અપરાધોની તુલના ઇસ્લામિક સ્ટેટ સાથે કરી અને ન્યુરેમબર્ગની તર્જ પર ટ્રિબ્યુનલ દ્વારા સંપૂર્ણ જવાબદારીની માંગ કરી,તેમણે કહ્યું કે જો રશિયા સામે કાર્વહાની ન કરી શકાત હોય તો યુએનને બંધ કરવું જોઈએ અને પોતાને ભંગ કરી દેવું જોઈએઅથવા સખત સુધારાઓ કરવા જોઈએ અને રશિયાને પરિષદમાંથી બહાર ફેંકી દેવું જોઈએ.

તેમણે કહ્યું કે જો યુએન વાતચીત કરતાં વધુ કરવા માંગે છે અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેના આદેશને પૂર્ણ કરવા માંગે છે, તો તેણે આમ કરવું જોઈએ.આ સાથે જ યુએન સિક્યુરિટી કાઉન્સિલને પોતાના પ્રથમ સંબોધનમાં ઝેલેન્સકીએ કહ્યું, “હું ગઈકાલે કિવ નજીકના બુચા શહેરમાંથી પાછો ફર્યો, જે તાજેતરમાં રશિયન દળોના કબજામાંથી મુક્ત થયું હતું. એવો એક પણ ગુનો નથી જે બન્યો ન હોય. રશિયન દળોએ આપણા દેશની સેવા કરનારાઓ તમામને શઓધઈ શઓધીને મોતને ઘાટ ઉતાર્યા છે.