Site icon Revoi.in

યુક્રેનના રાષ્ટ્રપતિએ નાટોને આપી ચેતવણી, કહ્યું ‘જો અમને નહી બચાવશો તો  રશિયાની મિસાઈલ તેમના સભ્ય દેશો પર પડી શકે છે’

Social Share

 

દિલ્હીઃ- રશિયા યુક્રેન પર સતત હુમલાઓ કરી રહ્યું છે, જેને લઈને અનેક દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો પમ લગાવ્યા છે જો કે છત્તા પણ રશિયા યુક્રેન પર સતત પોતાની કાર્યવાહી કરી જ રહ્યું છે આવી સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ ઘણા દેશો પાસે મદદ પણ માંગી છે ત્યારે હવે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નાટો દેશને ચેતવણી આપી છે.

આજ રોજ સોમવારે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ ચેતવણી જાહેર કરી હતી. તેમણે નાટો દેશોને ચેતવણી આપી હતી અને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. તે જ સમયે, ઝેલેન્સકીએ એમ પણ કહ્યું કે જો નાટો સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો રશિયા તેના સભ્ય દેશોને નિશાન બનાવવાનું શરૂ કરશે.

ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં આ વાત કહી. તેમણે નાટોને યુક્રેનના આકાશમાં નો-ફ્લાય ઝોન જાહેર કરવા પણ અપીલ કરી છે. ઝેલેન્સ્કીનું નિવેદન રશિયાના હુમલાના એક દિવસ પછી આવ્યું છે જ્યારે પોલેન્ડની સરહદ નજીક યુક્રેનિયન સૈન્ય મથકને નિશાન બનાવ્યું હતું.કહેવામાં આવ્યું છે કે તમે આસમાન બંધ નહીં કરો, તો રશિયન મિસાઇલો નાટોના પ્રદેશ પર પડવાનું શરૂ કરવામાં લાંબો સમય નહીં લાગે.