Site icon Revoi.in

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી જઈ શકે છે અમેરિકા,બાઈડેનને મળી શકે છે

Social Share

દિલ્હી:યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. આ દરમિયાન, સમાચાર સામે આવી રહ્યા છે કે,યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી બુધવારે વોશિંગ્ટનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે અને વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળી શકે છે. જો કે બંને દેશો દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

ફેબ્રુઆરીમાં રશિયન આક્રમણ બાદ ઝેલેન્સકીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુલાકાત દરમિયાન સુરક્ષાની ચિંતાઓ પર ચર્ચા થઈ શકે છે. ઝેલેન્સ્કી પણ કોંગ્રેસને સંબોધશે તેવી અપેક્ષા છે.

જો કે, એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઝેલેન્સકીના આગમનની યોજના અંતિમ નથી અને તે બદલાઈ શકે છે.