યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભાવુક થઈને કરી અપીલ – રશિયા સામે લડવા વધુ વિમાન મોકલવા અને નો ફ્લાય જોનની કરી માંગ
- યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી થયા ભાવુક
- રશિયા સામે લડવા વધુ વિમાન મોકલવા અને નો ફ્લાય જોનની માંગ કરી
દિલ્હીઃ આજે સતત 10 દિવસ વીતી ગયા હોવા છત્તા રશિયા દ્રારા યુક્રેન પર સતત હુમો કરવાની ઘટનાઓ શરુ છે,રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ થયો છે.રશિયાે એત્યાર સુધી યુક્રેનના ઘણા શહેરોમાં તબાહી મચાવી છે,ત્યારે વિશ્વભરના દેશઓ રશિયાને નિંદા કરી રહ્યા છે ત્યારે હવે અમેરિકાે પણ રશિયાની ટિકા કરી છે.
જો કે આટલી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ યુક્રેનના રાષ્ટ્રપતિ પોતાના દેશને છોડવા યુક્રેન રશિયા સામે ઝૂકવા તૈયાર નથી. હજુ પણ યુક્રેનના અનેક શહેરો રશિયન તૈયાર નથી અને લડત આપી રહ્યા છએ જો રે રશિયા સામે યુક્રેન બેબસ અને લાટચાર છે.ત્યારે હવે આ યુદ્ધને લઈ અમેરિકા અને નાટોના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જ્યાં સુધી યુક્રેનના તમામ શહેરો આત્મસમર્પણ નહીં કરી દે ત્યાં સુધી રશિયા આ દેશ પર હુમલાઓ કરતું રહેશે
ત્યરે હવે હાલ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો એક ભાવુક વીડિયો સામે આવી રહ્યો છે હાલ યુક્રેનના રાષ્ટ્રપતિ રાજધાની કિવમાં હાજર છે, જેની ઉત્તરે રશિયન સશસ્ત્ર સૈનિકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. સફેદ દિવાલની પૃષ્ઠભૂમિ સામે યુક્રેનિયન ધ્વજ સાથે આર્મીના લીલા શર્ટમાં જોવા મળતા ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેનને તેની એરસ્પેસની સુરક્ષા કરવાની જરૂર છે. નોર્થ એટલાન્ટિક સઘિ સંગઠન,દ્વારા નો-ફ્લાય ઝોન લાગુ કરીને અથવા વધુ લડવૈયાઓ મોકલીને આ કરી શકાય છે.
ઝેલેન્સકીએ શનિવારે યુએસ ધારાસભ્યોને એક ખાનગી વિડિયો કૉલમાં જણાવ્યું હતું કે તે કદાચ તેને છેલ્લી વખત જીવતો જોઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ઝેલેન્સ્કી ઘણા દિવસોથી નો-ફ્લાય ઝોન જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ નાટો તેનો ઇનકાર કરી રહ્યું છે. નાટોનું કહેવું છે કે આવા પગલાથી રશિયા સાથે યુદ્ધ વધી શકે છે.