- યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને લખ્યો પત્ર
- પોતાના દેશ માટે મદદની માંગણી કરી
દિલ્હીઃ- રશિયાએ લાંબા સમય સુધી યુક્રેન પર આક્રમણ કર્યું છે છેલ્લા 1 વર્ષથી યુક્રેનની સ્થિતિ કથળી રહી છએ રશિયા દ્રારા કરવામાં આવેલા હુમલાઓને લઈને અનેક વખત રાષઅટ્રપતિ ઝેલેન્સ્કીએ વિશઅવ સામે મદદનો હાથ લંબાવ્યો હતો ત્યારે હવે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલ્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને વખેલા આ પત્રમાં યુક્રેનને વધારાની માનવતાવાદી સહાય મોકલવા વિનંતી કરી છે. આ વિનંતી એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવા ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે.
જાપારોવાએ ગઈ કાલે ભારતના નાયબ વિદેશ મંત્રી મીનાક્ષી લેખી સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીને સંબોધિત રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આ પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં યુક્રેને દવાઓ અને તબીબી સાધનો સહિત વધારાના માનવતાવાદી પુરવઠા માટે વિનંતી કરી હતી.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ‘યુક્રેનના મંત્રીએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે યુક્રેનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનઃનિર્માણ ભારતીય કંપનીઓ માટે એક તક બની શકે છે.’ નિવેદન પ્રમાણે, તેના પર સહમતિ થઈ હતી. બંને દેશો વચ્ચે આગામી આંતર-સરકારી આયોગ ભારતમાં પરસ્પર અનુકૂળ તારીખે યોજાશે. તે અંગે સંમતિ છે.
ભારત સાથે સંબંધો વધારવાની ઈચ્છા વ્યક્ત કરતાં જપારોવાએ કહ્યું, ‘ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. અમે સાર્વભૌમ દેશોના નિર્ણયોનું સન્માન કરીએ છીએ. ભારત અન્ય દેશો સાથે પણ સંબંધો બનાવી રહ્યું છે. તે તમારે નક્કી કરવાનું છે, તે તમારા ફાયદા માટે છે.તેમણે કહ્યું કે યુક્રેન ભારત સાથે મહત્વપૂર્ણ સૈન્ય તકનીક અને કુશળતા શેર કરવા માટે તૈયાર છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેની નેતા ઝેલેન્સકી સાથે ઘણી વખત વાત કરી છે.આ સાથએ જ મદદ પણ કરી છે.