Site icon Revoi.in

રશિયા સાથેના યુદ્ધમાં લડત આપવા સ્વેદશથી યુક્રેનીઓની વતન વાપસી

Social Share

દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાની વિશ્વભરમાં ટિકા થી રહી છે યુક્રેન યુદ્ધની સ્થિતિમાં એકલું પડ્યું છે ત્યારે યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે જ્યારે હજારો લોકો દેશ છોડી રહ્યા છે, ત્યારે કેટલાક યુક્રેનિયન સ્ત્રી-પુરુષો પોતાની માતૃભૂમિની રક્ષા માટે જ્યાં હતા ત્યાથી ઘરે પરત ફરી રહ્યા છે.

દક્ષિણપૂર્વ પોલેન્ડમાં મેડિકા બોર્ડર પોસ્ટ પર રવિવારે વહેલી સવારે આવા કેટલાય નાગરિકો યુક્રેનમાં પ્રવેશવા માટે લાઈનમાં જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં 22 હજાર જેટલા યુક્રેનિયનો રશિયા સામે હથિયાર ઉઠાવવા સ્વદેશ પરત ફર્યા છે.

યુક્રેનમાં પ્રવેશ કરવા માટે 20 જેટલી ટ્રકો યુક્રેન ચેકપોઇન્ટ પર ઉભી છે. આમાંથી એક વ્યક્તિને સ્થિતિ વિશે પૂછતા તેણે જણાવ્યું કે, આપણે આપણી માતૃભૂમિની રક્ષા કરવી છે. જો આપણે નહીં, તો બીજું કોણ કરશે? અમે બધા યુરોપથી યુક્રેન પાછા આવ્યા છે દેશની રક્ષા કરવા માટે. 30 વર્ષની એક મહિલાએ કહ્યું, મને ડર લાગે છે. હું એક માતા છું અને મારા બાળકો સાથે રહેવા માંગુ છું. તે ભયથી ભરેલું છે પણ મારે પાછા આવવું જ પડ્યું.

વિતેલા દિવસને રવિવારે યુક્રેને દાવો કર્યો હતો કે રશિયન સૈન્યએ કિવમાં પરમાણુ કચરાને નિશાન બનાવ્યું હતું, સૈન્યએ અહીં મિસાઇલ હુમલો કર્યો હતો. આશંકા છે કે આનાથી ત્યાં રેડિયેશનનું જોખમ વધી શકે છે.

યુક્રેનનું કહેવું છે કે રશિયન સૈન્ય દ્વારા ચેનોર્બિલ પરમાણુ પ્લાન્ટને કબજે કર્યા પછી તેની સૈન્ય પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે અને તે રેડિયેશનના સ્તરમાં વધારો થવાની ધારણા છે, ત્યારે રાષ્ટ્રપતિ પણ રશિયા સામે હાર માનવા તૈયાર નથી તેઓ લડત આપવાનું જણાવી રહ્યા છે .આવી સ્થિતિમાં યુક્રેનના નાગરિકોનું વતન પરત ફરવું યોગ્ય છે જેથી યુક્રેનમાં સેનામાં વધારો કરી શકાય.