- યૂપીમાં મુસ્લિમ ઘાર્મિક ગુરુઓની ઘોષણા
- ડીજે સહીત આવેલી જાનના નહી પઢાવે નિકાહ
લખનૌઃ– સમગ્ર દેશમાં કોરોનાને લઈને સાદગીથી લગ્ન સમારોહ યોજાઈ રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ ધર્મોના ઘર્મદુરુઓ દ્રારા એક ખાસ ઘોષણા કરવામાં આવી છે, જે અંતર્ગત જો કોઈ છોકરા વાળોઓ જોન લઈને આવે અને આ જાનમાં ડીજે વગાડવામાં આવશે તો જે તે કાઝી તેના નિકાહ નહી પઢાવે.
લગ્નને સરળ બનાવવા અને ખોટા ખર્ચોને બચાવવા માટે મુસ્લિમ ધર્મગુરુઓ એ સખ્ત વલણ અપનાવ્યું છે.જો જાન સાથs ફટાકડા ફોડવામાં આવે અને ડીજે સાથે લાવવામાં આવે તો ઉલેમાઓ તેમના નિકાહ પઢાવવાની સાફસાફ મનાઈ કરશે.
શનિવારે હાફિઝ મુફ્તી અને ઉલેમાઓએ અંજુમન ખાકસારાને હક લાલગોપાલગંજના બેનર હેઠળ ખાનજહાનપુર સ્થિત મદ્રેસા મજિદિયા હિફઝુલ કુરાનમાં સંયુક્ત બેઠક યોજીને આ નિર્ણય લીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જુમ્માની નમાઝમાં ખુદબા દરમિયાન પણ લોકોને આ નિર્ણયની જાણકારી આપવામાં આવશે.
આ બેઠકની અધ્યક્ષતા કરતા મુફ્તી નૌશાદ અહેમદ રઝવી મિસબાહીએ કહ્યું કે મુસ્લિમ લગ્નોમાં ઉડાઉ ખોટા ખર્ચ વધી રહ્યા છે, અતિશય આપવામાં આવતું દહેજ અને છોકરા પક્ષ તરફથી જાનમાં ડીજેનું નાચ ગાન મગરિબી તહેઝિબને પ્રોત્સાહન આપે છે.
બેઠકમાં જણઆવ્યા પ્રમાણે મુસ્લિમ લગ્નમાં થતા આવા નકામા ખર્ચને અટકાવવું ખૂબ મહત્વનું બની ગયું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને મીટિંગમાં, ઉલેમાઓએ નિર્ણય લીધો કે જો ડીજે સાથે જાન નીકળી હોય, તો તે વરરાજાના નિકાહ પઢાવવામાં ન આવે. લગ્નને વધુ સરળ બનાવવા માટે ઉલેમાઓએ આ પગલું ભર્યું છે.