ULPIN: Unique Land Parcel Identification Number
- ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
- માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક.
- ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. તે 14 આંકડાનો એક ચોક્કસ ક્રમાંક (નંબર) હશે.
- ULPIN જમીનના ભૌગોલિક સ્થાન (અક્ષાંશ અને રેખાંશ)ના આધારે તૈયાર કરવામાં આવશે.
- ULPIN દ્વારા એક રીતે જમીનની બેન્ક તૈયાર થશે.
- ULPIN વ્યવસ્થા ભારતને સંકલિત જમીન માહિતી વ્યવસ્થાપનની સુવિધા તરફ આગળ લઈ જશે.
- આ વ્યવસ્થા માટે જમીન સંબંધિત માહિતી જ નહીં પરંતુ જમીન સંબંધિત થતી લેવડ દેવડને પણ જોડી દેશે.
- સરકારી વિભાગો વચ્ચે જમીનની માહિતીની આપ-લેને સરળ કરશે.