ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક.
ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. તે 14 આંકડાનો એક ચોક્કસ ક્રમાંક (નંબર) હશે.
ULPIN જમીનના ભૌગોલિક સ્થાન (અક્ષાંશ અને રેખાંશ)ના આધારે તૈયાર કરવામાં આવશે.
ULPIN દ્વારા એક રીતે જમીનની બેન્ક તૈયાર થશે.
ULPIN વ્યવસ્થા ભારતને સંકલિત જમીન માહિતી વ્યવસ્થાપનની સુવિધા તરફ આગળ લઈ જશે.
આ વ્યવસ્થા માટે જમીન સંબંધિત માહિતી જ નહીં પરંતુ જમીન સંબંધિત થતી લેવડ દેવડને પણ જોડી દેશે.
સરકારી વિભાગો વચ્ચે જમીનની માહિતીની આપ-લેને સરળ કરશે.