1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ઉમરપાડાના ઉમરઝર ગામને 100 ટકા નળ જોડાણથી આવરી લેવાયું
‘નલ સે જલ’ યોજના અંતર્ગત ઉમરપાડાના ઉમરઝર ગામને 100 ટકા નળ જોડાણથી આવરી લેવાયું

‘નલ સે જલ’ યોજના અંતર્ગત ઉમરપાડાના ઉમરઝર ગામને 100 ટકા નળ જોડાણથી આવરી લેવાયું

0
Social Share

અમદાવાદઃ “જળ એ જ જીવન છે”. શુદ્ધ જળ સંસાધનો એ માનવીને કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ છે. પાણીનો જ્યારે અભાવ થાય ત્યારે જ તેનો ભાવ સમજાય છે. રાજ્ય સરકારની  ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વાસ્મોના પ્રયાસોથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકો પાણીના બાબતે સ્વાવલંબી બનવા તરફ આગળ વધી રહ્યો છે. ઉમરપાડા તાલુકાના ઉમરઝર ગામે 100 ટકા ‘નલ સે જલ’ની લક્ષ્યપ્રાપ્તિની સિદ્ધિ હાંસલ કરી છે. ઉમરઝર ગામની વસ્તી 1899 છે, જેની સામે 411 જેટલા નળ કનેક્શનની કામગીરી રૂ. 3483639 ના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. પાણી પુરવઠાની જૂથ યોજનાઓ અને વાસ્મોના અથાગ પ્રયાસોથી તાપી નદીનું પાણી ગામના પ્રત્યેક ઘરે પહોંચતા ગ્રામજનોને પાણી માટે રઝળપાટમાંથી મુક્તિ મળી છે.

વાસ્મોના ઉમરપાડા તાલુકાના ડેપ્યુટી મેનેજર(ટેકનિકલ) કેતનભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ઉમરપાડા તાલુકાની કુલ 3619ની વસ્તી સામે રૂ. 73 લાખનાના ખર્ચે 960 જેટલા નળ કનેક્શન મંજુર કરવામાં આવ્યા હતા. જે 1લાખ લીટર અને 50 હજાર લીટરના 1-1 સંપ અને 30 હજાર લિટરના 2 સંપ મળી કુલ ચાર સંપ 2 લાખ 10 હજાર લિટરની વોટર ક્ષમતા ધરાવે છે. આ આગાઉ બોર આધારિત જળસ્રોત પર આધાર રાખવો પડતો હતો. ઉનાળામાં પીવાનું પાણી તળીયે જતા સમસ્યા ઉભી થતી હતી. પરંતુ સરકારની ‘નલ સે જલ યોજના’ તેમજ ‘કાકરાપાર જૂથ પાણી પૂરવઠા યોજના’ થકી તાપી નદીનું પાણી ઘર ઘર પહોંચતું થયું અને ગામોના પીવાના પાણીની સમસ્યાનું સુખદ નિવારણ થયું છે.

છેવાડાના ગ્રામજનોની પાણીની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા સરકારે અગ્રીમતા આપી છે, અને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવ્યુ છે. ઉમરઝર ગામમાં 100 ટકા નલ સે જલની સિદ્ધિ હાંસલ થતાં રોજ સવાર-સાંજ બે સમય પૂરતા જથ્થામાં પાણી મળતા ગ્રામજનો ખુશખુશાલ થયા છે. સરકારના આ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી અભિગમથી સરપંચ સહિત ગ્રામજનોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code