આપણું શાસ્ત્ર આપણી વિદ્યા અને આપણા જ્ઞાન એટલું જૂનુ છે કે તેના વિશે જો વાત કરવામાં આવે તો તેમાં દરેક વસ્તુ અને દરેક બાબતે જાણકારી આપવામાં આવી છે. આપણા જન્મથી લઈને મૃત્યુ પછીના કાર્યોની પણ જાણકારી આપવામાં આવી છે, આવામાં જો વાત કરવામાં આવે ઘરમાં ઉંબરાના પૂજનની તો તેમાં પણ મહત્વની વાતો કહેવામાં આવી છે. ઘરના ઉંબરા ઉપર ક્યારેય ન બેસવું જોઇએ. ઘરનાં ઉંબરા ઉપર બેસીને ભોજન પણ ન કરવું જોઇએ. જો તમે આવું કરો છો તો નિશ્ચિત રૂપથી તમે જ ગરીબીને આમંત્રણ આપી રહ્યા છો.
ઉંબરા પર ક્યારેય પણ કોઈએ પગ સ્પર્શ કરવા જોઈએ નહીં. એટલે કે ઘરના ઉંબરા ઉપર પગ રાખીને ઘરમાં ક્યારેય પ્રવેશ ન કરવો જોઇએ. એટલે કે મહેમાનનું સ્વાગત કરો અથવા તેમની વિદાય કરો તો પણ તે સમયે ઉંબરા ઉપર ઊભા રહેવું જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર મહેમાનોનું સ્વાગત ઉંબરાની અંદરથી કરવું જોઇએ તથા વિદાય ઉંબરાની બહાર ઊભા રહીને કરવી જોઈએ !
વાસ્તુની દૃષ્ટિએ જોતા ઘરનો ઉંબરો ઘણો જ મહત્વનો છે. ઘરનો ઉંબરો એ ઘરની પ્રતિષ્ઠા, વૈભવ અને લક્ષ્મણરેખાનું પ્રતિક છે. પહેલાંના સમયમાં ઘરની સ્ત્રીઓ નિયમિત રીતે ઉંબરાનું પૂજન કરતી હતી. આ પ્રથા બહુ થોડા અંશે આજે પણ સચવાઈ રહી છે. પરંતુ, ઘરની આધુનિક ડિઝાઇનમાં આજે ઉંબરાની જ બાદબાકી થઈ ગયેલી જોવા મળે છે ! પણ, યાદ રાખો કે ઉંબરો તમારાં ભાગ્યોદય સાથે ગાઢપણે જોડાયેલો છે. અને આ ઉંબરા સંબંધી કેટલાંક નિયમોનું પાલન કરીને જ તમે તમારાં દુર્ભાગ્યને ઘરમાં પ્રવેશતા અટકાવી શકો છો ! કહે છે કે જે ઘરમાં ઉંબરા સંબંધી આ નિયમોનું પાલન થાય છે ત્યાં ખુશીઓ હંમેશા જ અકબંધ રહે છે.