- સંયૂક્ત રાષ્ટ્રમાં ચીનની નિંદા
- અલ્પસંખ્ય સમૂહ પર થતા અત્યાચાર બાબતે 40 દેશોએ સાથે
- ચીનની સખ્ત નિંદા વચ્ચે પાક.એ આપ્યો ચીનનો સાથે
સંયૂક્ત રાષ્ટ્રમાં ચીનએ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, મંગળવારના રોજ 40 જેટલા દેશોએ શિનજિયાંગ અને તિબ્બતમાં અલ્પસંખ્ય સમૂહ પર થઈ રહેલા અત્યાચારોને લઈને ચીનની નિંદા કરી છે, આ ઉપરાતં હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના માનવઅધિકાર પર પડનારા ખરાબ પ્રભાવ પર ચિંતા જતાવી હતી
અમેરીકા અને કેટલાક યૂરોપના દેશો અને જાપાનએ ચીનને ઘેર્યું હતું, ચીનને કહ્યું કે,યુએન હ્યુમન રાઇટ્સ ચીફ મિશેલ બેચલેટ અને સ્વતંત્ર નિરીક્ષકોને અવિરતપણે શિનજિયાંગમાં જવાની મંજૂરીઆપે. અને ઉઈગર મુસ્લિમો અને લઘુમતી સમુદાયના અન્ય લોકોની કેદમાં બંધ થતા રોકે.
40 દેશો ચીનનો વિરોધમાં સાથે
યૂએનમાં રાષ્ટ્રમહાસભાના માનવઅધિકાર સમિતિની એક બેઠકમાં 39 જેટલા દેશોએ સાથે મળીને રજુ કરેલા એક બયાનમાં કહ્યું હતું કે,હોંગકોંગની સ્વાયતતા, સ્વતંત્રતા અને અધિકારો ચીન દ્વારા પુનસ્થાપિત કરવા જોઈએ.તે ઉપરાતં ન્યાયતંત્રની સ્વતંત્રતાને ત્યાં માન આપવું જોઈએ.
યૂએનમાં આ સંયૂકત દેશ દ્રારા લખાયેલા આ બયાનને જર્મનીના રાજદૂત દ્વારા વંચાવાયું હતું. ત્યાર બાદ પાકિસ્તાને ચીનના દેવામાં ડૂબેલા 55 જેટલા દેશો તરફથી બીજિંગનો બચાવ કર્યો આ સાથે જ પાકિસ્તાનએ હોંગકોંગ બાબતે દખલગીરીનો પણ વિરોધ કર્યો.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી ચીનને પડખે ઊભુ છે ચીન અને પાકિસ્તાન સાથે જોવા મળે છે જો કે આ તમામા બાબતો છત્તા તેઓ ભારત સામે તો નથી જ ટક્યા , ભારત તરફથી બન્ને દેશઓને માત આપવામાં આવે છે.
ક્યૂબા એ 45 જેટલા દેશો તરફથી ચીન દ્રારા શિનજિયાંગમાં આતંક અને કટ્ટરતા વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાનું સમર્થન કર્યું તેમાં ઉમેર્યું હતું કે, આતંકવાદ અને ઉગ્રવાદના જોખમોના જવાબમાં ચીને લીધેલા પગલાને પ્રાંતના તમામ વંશીય જૂથોના માનવાધિકારની સુરક્ષા માટે કાયદાના દાયરામાં મૂકવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે, ચીન દ્રારા ઉઈગર મુસ્લીમોને સતત પીડા આપવામાં આવી રહી છે
સાહીન-