- કોરોનાને લઈને સંયૂકત રાષ્ટ્રએ આપી ચેતવણી
- કોરોનાનો અંત નથી દેખાઈ રહ્યો
- એન્ટોનિયો ગુટેરેસ એ કોરોના બાબતે ચિંતા વ્યક્ત કરી
- કોરોનાથી મરનારની સંખ્યા 10 લાખને પાર
સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે,દરેક દેશમાં કોરોના મહામારીએ માજા મૂકી છે,જેને લઈને અનેક વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જો કે ભારતની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે તો તેની સામે કોરોનાથઈ સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, જો કે,એ વાત પણ નકારી શકાય નહી કે આ સંક્રમણ હવે ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે હવે આ વાતને લઈને સંયૂક્ત રાષ્ટ્રના પ્રમુખએ પણ પોતોની સહાનુભુતિ અને ચિંતા વ્યક્ત કરી છે
સંયૂક્ત રાષ્ટ્રના પ્રમુખ એ કોરોના વાયરસ અંગે એક ગંભીર ચેતવણી આપી છે, યૂએનના સેક્રેટરી જનરલ ઓફ એન્ટોનિયો ગુટેરેસ એ કોરોના બાબતે કહ્યું કે, કોરોનાનો અંત દેખાઈ રહ્યો નથી, તેમનું આ નિવેદન એવા સમયે આપણા સમક્શષ આવ્યું છે કે જ્યારે, વિશ્વરમાં કોરોનાને લઈને થયેલી મોતનો આંકડો 10 લાખને વટાવી ચૂક્યો છે.
એન્ટોનિયો ગુટરેસ એ કહ્યું કે, 10 લાખ મોતની સંખ્યા આશ્ચર્યચક્તિ છે, મૃતક પ્રત્યે સાહનુભુતિ દર્શાવતા તેમણે કહ્યું કે, મૃત્યુ પામનાર દરેક કોઈના પતિ, પત્નિ, મા, બહેન, ભાઈ,મિત્ર કે સાથી કર્મચારી છે, આ મહામારીની ક્રૂરતાથી દુખમાં ઘણો વધારો થયો છે, સંક્રમણ ફેલાવવાના ભયથી અનેક પરિવારના સભ્યો દુર થયા છે,જીન્દગીને શઓખથી જીવવી અને તેનું દુખ મનાવવું બન્ને બાબતો જાણે અસંભવ થવા પામી છે
સંયૂક્ત રાષ્ટ્ર પ્રમુખએ વિષ્વમાં કોરોનાને લઈને મરનારની સંખ્યા 10 લાખને પાર થવાથી ખુબ જ દુખની સ્થિતિ ગણાવી છે,તેમણે કહ્યું કે, કોરોના સંક્રમણ ફેલાવવાથી નોકરીઓ ગુમાવવી, અભ્યાસ બંધ થવો , તેમજ જીવનને નુકશાન થવા જેવી અનેક બાબતોનો અંત આવી રહ્યો નથી
જો કે, પ્રમુખએ વધુમાં એમ પણ કહ્યું કે, જવાબદાર નેતૃત્વ ,સમજદારી વિજ્ઞાન અને અભ્યાસના મધ્યમથી આ મહામારી પુરી થઈ શકે છે,તેમણે જણાવ્યું કે,વેક્સિન કોઈ પણ હોય તમામ લોકો માટે ઉપલબ્ધ થવી જોઈએ અને તમામ લોકોને તે પોસાય તે રીતે હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી મરનારની સંખ્યા 10 લાખને પાર થઈ ચૂકી છે.
સાહીન-