Site icon Revoi.in

 સંયૂક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં થયો ખુલાસો – દેશના 1.8 કરોડ પ્રવાસી ભારતીયો બીજા દેશોમાં કરે છે વસવાટ

Social Share

દિલ્હીઃ-સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણે, ભારતના 1.8 કરોડ પ્રવાસીઓ  બીજા દેશોમાં વસવાટ કરી રહ્યા છે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,જે વિશ્વમાં સૌથી વધુ છે. તેમાં જણાવાયું છે કે સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને અમેરિકામાં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓની સંખ્યા જોવા મળે  છે.

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગના જનસંખઅયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ‘આંતરરાષ્ટ્રીય સ્થળાંતર 2020 હાઈલાઈટ્સ’ ના રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્વમાં સૌથી વધુ વિદેશી ભારતીયો છે અને તેઓ ઘણા દેશોમાં વસવાટ કરે છે.

વર્ષ 2020 માં, ભારતના 1.8 કરોડ લોકો અન્ય દેશોમાં વસવાટ કરતા જોવા મળ્યા હતા. ભારત પછી, મેક્સિકો અને રશિયા બંને દેશઓમાં 1-1 કરોડ પ્રવાસલીઓ. ત્યાર બાદ ચીનમાં 10 કરોડ ભારતીય પ્રવાસીઓ અને  સીરિયામાં 80 લાખ પ્રવાસીઓ વસી રહ્યા છે.

અન્ય દેશોમાં વસતા ભારતીયોની સૌથી મોટી સંખ્યાની જો વાત કરીએ તો તે સંયુક્ત આરબ અમીરાતમાં જોવા મળે છે જેની સંખ્યા 35 લાખ જોવા મળી છે,તો બીજી બાજુ યુનાઇટેડ સ્ટેટ્સ 27 લાખ લોકો વસી રહ્યા છે, સાઉદી અરેબિયામાં 25 લાખ ભારતીયો વસી રહ્યા રહે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, કુવૈત, ઓમાન, પાકિસ્તાન, કતાર અને બ્રિટનમાં પણ ભારતના લોકોની નોંધપાત્ર વસ્તી  જોવા મળે છે.

સાહિન-