ઈરાનના રાષ્ટ્રપતિના મોત માટે ખુદ ઈરાનને જવાબદાર ગણાવતું યુએન સિક્યુરિટી કાઉન્સિલ
નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસમાં સહયોગ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન અને અન્ય છ લોકોના મોત થયા હતા. ઈરાન સરકારે તપાસમાં મદદ કરવા માટે અમેરિકાને વિનંતી કરી હતી. જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને એક પ્રેસ કોન્ફરન્સમાં ઈરાન સરકાર તરફથી મદદની વિનંતી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે જ્યારે વિદેશી સરકારો દ્વારા વિનંતી કરવામાં આવે છે. ત્યારે અમેરિકા આવી સ્થિતિમાં મદદ કરે છે, પરંતુ લૉજિસ્ટિકલ કારણોસર અમેરિકા ઈરાનની મદદ કરવા માટે સક્ષમ નથી.
યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અમેરિકા દ્વારા રાયસી પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને એક મિનિટના મૌનમાં ભાગ લેવા વિશે પૂછવામાં આવતા, મિલરે કહ્યું કે તે સ્પષ્ટ છે કે રાયસી ચાર દાયકાઓ સુધી ઈરાની લોકોના જુલમમાં ક્રૂર ભાગીદાર હતો, પરંતુ યુએસ હેલિકોપ્ટર દુર્ઘટના જેવી ઘટનામાં કોઈ પણ જીવ ગુમાવે છે, ત્યારે શોક વ્યક્ત કરે છે. પરંતુ તે ઈરાનમાં ન્યાયાધીશ અને પ્રમુખ તરીકે રાયસીના રેકોર્ડની વાસ્તવિકતા અને તેના હાથ લોહીથી રંગાયેલા હતા તે હકીકતને બદલતી નથી. મિલરે કહ્યું, “ઈરાન પ્રત્યેનો અમારો મૂળભૂત અભિગમ બદલાયો નથી અને બદલાશે પણ નહીં. અમે ઈરાની લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખીશું અને તેમના માનવ અધિકારો, ખુલ્લા અને મુક્ત સમાજ અને લોકશાહી ભાગીદારી માટેની તેમની આકાંક્ષાઓનું રક્ષણ કરીશું.”
મિલેરે ઈરાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન મોહમ્મદ જાવદ ઝરીફની ટિપ્પણીઓનો પણ જવાબ આપ્યો, જેમણે અકસ્માત માટે યુએસ પ્રતિબંધોને જવાબદાર ઠેરવ્યા હતા. યુએસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઈરાન સરકારે આતંકવાદને ટેકો આપવા માટે સાધનો વહન કરવા માટે તેના એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો. ત્યારે અમેરિકા તેના પ્રતિબંધોને જાણવી રાખશે, જેમાં ઈરાન સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા વિમાનનો સમાવેશ થાય છે. અંતે ઈરાન સરકાર જ 45 વર્ષ જુના હેલિકોપ્ટરને ઉડાવા માટે જવાબદાર છે. આ ઘટનાની પાછળ એક અને માત્ર એક ઈરાન જ જવાબદાર છે.