- રશિયાના રાષ્ટ્રપતિ યુદ્ધ અપરાધી જાહેર
- સર્વસંમતિથી યુએનમાં ઠરાવ પસાર થયો
દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી રશિયા દ્રારા યુક્રેન પર સતત હુમલાઓ કરવામાં આવ્યા છે, અને હાલ પમ યુક્રેનની સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે રશિયાની વિશઅવભરના દેશો ટિકા કરી રહ્યા છે આ સાથે જ અનેક દેશોએ રશિયા પર પ્રતિબંદો પણ લાગૂ કર્યા છે, ત્યારે હવે યુએસ સેનેટે મંગળવારે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ અપરાધી ગણાવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે યુએનમાં આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. ઠરાવ પસાર થવા દરમિયાન વિભાજિત કોંગ્રેસમાં એકતા જોવા મળી હતી. સેનેટના બંને પક્ષોએ વારાફરતી હેગ અને અન્ય દેશોમાં આઇસીસીને યુક્રેન પર રશિયાના આક્રમણ દરમિયાન થયેલા યુદ્ધ અપરાધોની તપાસમાં રશિયન દળોને નિશાન બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા.
ડેમોક્રેટિક સેનેટના નેતા ચક્ર શૂમરે પોચાના ભાષણમાં એમ જણાવ્યું હતું કે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન, સાથે મળીને કહીએ છીએ કે પુતિન યુક્રેનિયન લોકો પર થયેલા અત્યાચાર માટે જવાબદારીમાંથી છટકી શકે નહીં.”આ સાથે જ કહ્યું કે રશિયાએ તેની ક્રિયાઓને યુક્રેનના ડિમિલિટરાઇઝેશન અને “ડિમિલિટરાઇઝેશન” માટે “ખાસ લશ્કરી કાર્યવાહી” ગણાવી હતી. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાનો હુમલો 1945 પછી કોઈ યુરોપિયન રાજ્ય પરનો સૌથી મોટો હુમલો છે.
રશિયન હુમલા બાદ દરેક જગ્યાએ પુતિનની ટીકા થઈ રહી છે. ખાસ કરીને પુતિન માટે, યુદ્ધને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમ કે અમેરિકાએ ઘણા દેશો સાથે મળીને રશિયાની આર્થિક સ્થિતિને બગાડવાનો પ્રયાસ કર્યો, જેથી રશિયા યુક્રેન સામેના સંઘર્ષને અટકાવે. પરંતુ પુતિને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની કાર્યવાહી રોકશે નહી