દિલ્હીઃ દુનિયાના મહાન સ્પિનરો પૈકીના એક મુથૈયા મુરલીધરને કહ્યું હતું કે, 2009માં મુંબઈના સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકા ટેસ્ટમાં ટ્રીપલ સદી ચુક્યા બાદ વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું હતું કે, મારે રાહુલ દ્રવિડની વાત ન હતી સાંભળવાની ન હતી, પરંતુ ટ્રીપલ સદી પુરી કરવા માટે મુરલીઘરનનો પીડો કરવાનો હતો.
મુરલીધરને એક ચેનલ સમક્ષ જણાવ્યું હતું કે, મને યાદ છે કે મુંબઈમાં અમારી સામે 290 રન ઉપર સહેવાગ બેટીંગ કરતા હતા. મને લાગ્યું કે દ્રવિડને જ તેમને શાંતિથી રમવા કહ્યું હતું. કેમ કે તેઓ આગામી દિવસે 300 રન બનાવી શકતા હતા. બીજા દિવસે સવારે સહેવાગે બોલને ટેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ આઉટ થઈ ગયા હતા. તે બાદ તેમણે મને કહ્યું હતું કે, મારે રાહુલની વાત સાંભળવી ન હતી જોઈતી અને તમારી પાછળ પડવુ જોઈતું હતું.
આ ભારત અને શ્રીલંકા વચ્ચે સીરિઝની ત્રીજી ટેસ્ટ હતી. પ્રથમ બેટીંગમાં શ્રીલંકાએ 393 રન બનાવ્યાં હતા. સહેવારે ભારત તરફથી સારી બેટીંગ કરી હતી. તે દિવસે સહેવાગ 283 રન બનાવીને રાહુલ દ્રવીડ સાથે નોટઆઉટ રહ્યાં હતા. આશા હતી કે તેઓ ટ્રીપલ સદી મારશે. પરંતુ મુરલીધરનની ઓવરમાં સિંગલ લેવાની કોશિશમાં 293 રને રનઆઉટ થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સહેવાગે વર્ષ 2004માં મુલ્તાનમાં સકલીન મુસ્તાકની ઓવરમાં સિક્સર મારીને પોતાની પ્રથમ ટ્રીપલ સદી ફટકારી હતી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા સામે પણ ટ્રીપલ સદી મારી હતી. 2008માં ચેન્નઈમાં પહેલી ટેસ્ટ દરમિયાન 319 રન બનાવ્યાં હતા. સહેવાગે 1O4 ટેસ્ટમાં 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યાં હતા. તેમજ 251 વન-ડેમાં 8273 રન અને 19 ટી-20 મેચમાં 394 બનાવ્યાં છે. નિવૃત્તિ બાદ સહેવાગે કોમેન્ટરની ઈનિંગ્સ શરૂ કરી હતી.