1. Home
  2. ગુજરાતી
  3. “ચંદ્રયાન-3 નો અનિયંત્રિત ભાગ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો” – ISROએ આપી માહિતી
“ચંદ્રયાન-3 નો અનિયંત્રિત ભાગ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો” –  ISROએ આપી માહિતી

“ચંદ્રયાન-3 નો અનિયંત્રિત ભાગ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો” – ISROએ આપી માહિતી

0
Social Share

દિલ્હીઃ ચંદ્રયાન 3 ને લઈને ઈસરો દ્રારા મોટૂ અપટેડ આપવામાં આવ્યું છે, ચંદ્રાયાન 14 જુલાઈના રોજ લોંચ કરવામાં આવ્યું હતું ત્યારે હવે LVM3 M4 લોન્ચ વ્હીકલનો ‘ક્રાયોજેનિક’ ઉપલો ભાગ, જેણે ચંદ્રયાન-3 અવકાશયાનને આ વર્ષે 14 જુલાઈના રોજ નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યું હતું, તે બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત રીતે ફરી પરત ફર્યો છે.

આ બાબતને લઈને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ આ જાણકારી આપી છએ ઈસરોએ એક નિવેદનમાં કહ્યું, ‘ઉત્તર પ્રશાંત મહાસાગર પર સંભવિત અસર બિંદુનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અંતિમ ‘ગ્રાઉન્ડ ટ્રેક’ એટલે કે ગ્રહની સપાટી પર વિમાન અથવા ઉપગ્રહના માર્ગની નીચેનો રસ્તો ભારતની ઉપરથી પસાર થયો ન હતો.

ઈસરો એ વઘુમાં માહિતી આપતા કહ્યું કે આ ‘રોકેટ બોડી’ LVM-3M4 લોન્ચ વ્હીકલનો ભાગ છે. બુધવારે, તે આંતરરાષ્ટ્રીય સમય અનુસાર બપોરે 2 વાગ્યેને 42 મિનિટે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યો છે.
આથી વિશેષ ઈસરોએ જણાવ્યું હતું કે રોકેટ બોડીની પુનઃપ્રવેશ તેના પ્રક્ષેપણના 124 દિવસની અંદર થઈ હતી. અપર સ્ટેજ પણ નિષ્ક્રિય ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણ પછી, સંયુક્ત રાષ્ટ્ર અને IADC દ્વારા નિર્ધારિત અવકાશ ભંગાર શમન માર્ગદર્શિકા અનુસાર અચાનક વિસ્ફોટના જોખમને ઘટાડવા માટે તમામ અવશેષ પ્રોપેલન્ટ અને ઉર્જા સ્ત્રોતોને દૂર કરવા માટે ઉપલા તબક્કાને પણ “ડિકમિશન” કરવામાં આવ્યું હતું.
આ સહીત ISROએ જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત માર્ગદર્શિકાઓનું પાલન કરીને આ રોકેટ બોડીના નિષ્ક્રિયકરણ અને પોસ્ટ-મિશન નિકાલ ફરી એકવાર બાહ્ય અવકાશ પ્રવૃત્તિઓની લાંબા ગાળાની ટકાઉપણું જાળવવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે,”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code