- અંડર19 વિશ્વકપમાં ભારતે બાજી મારી
- 5 વિકેથી ઈન્ગલેન્ડનો પરાજય
દિલ્હીઃ- અંડર 19 વિશ્વકપને લઈને ક્રિકેટ પ્રેમીઓની નજર સતત આ મેચ પર હતી ત્યારે ફાઈનલી ભારતે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને પાંચમી વખત વિશ્વકપમાં શાનદાર જીત હાંસલ કરી છે.ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ICC અંડર 19 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચ નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
આ પહેલા ટીમ ઈન્ડિયા 2000, 2008, 2012 અને 2018માં વર્લ્ડ કપ જીતી ચૂકી છે. તે જ સમયે, 2006, 2016 અને 2020 માં ભારતીય ટીમને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી, જો કે ઈંગ્લેન્ડ કેપ્ટનનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો ન હતો, કારણ કે ઈંગ્લેન્ડની અડધી ટીમ 13 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. જોકે, ટીમે વચ્ચેની ઓવરોમાં સારી બેટિંગ કરી હતી. આમ છતાં ટીમ 44.5 ઓવરમાં 189 રન બનાવીને ઓલાઉટ થઈ ગઈ હતી.
જેમ્સ રયુએ સૌથી વધુ 95 રન બનાવ્યા હતા. તે જ સમયે ભારત તરફથી રાજ બાવાએ પાંચ અને રવિ કુમારે ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 47.4 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી નિશાંત સિંધુ 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સાથે જ શેખ રાશિદે પણ 50 રનની ઇનિંગ રમી હતી. દિનેશ બાનાએ 48મી ઓવરમાં સતત બે સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
જો કે ઈંગ્લેન્ડ કેપ્ટનનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો ન હતો, કારણ કે ઈંગ્લેન્ડની અડધી ટીમ 13 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. જોકે, ટીમે વચ્ચેની ઓવરોમાં સારી બેટિંગ કરી હતી. આમ છતાં ટીમ 44.5 ઓવરમાં 189 રન બનાવીને સમેટાઇ ગઇ હતી.આ જીતમાં માટે ભારતને મેચ અને ટાઈટલ જીતવા માટે 190 રન બનાવવાના હતા.