આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો ગ્રામવાસીઓની વીડિયો ટેક્નોલોજીથી સારવાર થઈ, દોઢ લાખથી પણ વધુ સ્વાસ્થ્ય-સુખાકારી કેન્દ્રો ખોલાયા
દિલ્હીઃ- ભારતકમાં મોટા પ્રમાણના ગ્રામીણો આયુપષ્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે તાજેતરમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા આ બાબતનો એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો જેમાં સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર અને વીડિયો ટેકનોલોજીથી કરોડો ગ્રામીણોની જે સારવાર કરાઈ હતી તે સંપૂર્ણ નિગતો વિગતવાર રજુ કરવામાં આવી છે.
સ્વાસ્થય મંત્રાલય દ્રારા શેક કરેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશના 11 કરોડથી વધુ ગ્રામવાસીઓએ સારવાર માટે વીડિયો ટેક્નોલોજીનો સહારો લીધો છે. સરકાર ઈ-સંજીવની યોજના હેઠળ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રો પર આ સુવિધા પૂરી પાડી રહી છે.
જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકો સારવાર અથવા તપાસ માટે અહીં આવ્યા છે. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે એક કરતા વધુ વખત અહીં આવ્યા છે
આ સહીત માહિતી પ્રમાણે ઈ-સંજીવની ટેલિકોન્સલ્ટેશન પ્લેટફોર્મ હેઠળ આ વર્ષની શરૂઆત સુધીમાં 9.3 કરોડથી વધુ કોલ રજીસ્ટર થયા હતા, જેની સંખ્યા હવે 11 કરોડથી વધુ થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે ગામડાના લોકો માટે ઘરે બેઠા નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ સરળ બની ગયું છે.પીએમ મોદીના સતત પ્રયત્નોથી હવે ગામના છેવાડા સુધી આરોગ્ય સુવિધાો પહોંચી છે સાથે જ ઘર બેઠા લોકો સારવાર કરાવી રહ્યા છે એવા કેસમાં કે જ્યા ડોક્ટરને રુબરુ થવાની જરુર નથી તેવા કેસો હવે ઓનલાઈન સારવાર લઈ રહ્યા છે.