- બિહારમાં ગંગા નદી પરનો પુલ તૂટ્યો
- મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
પટનાઃ- વિતેલા દિવસને રવિવારના રોજ બિહારમાં એક નિર્માણાઘીન પુલ દૂર્ઘટાગ્રસ્ત થયો હતો, આ પુલ ગંગા નહી પર નિર્માણ પામી રહ્યા હતો બિહારના ભાગલપુરમાં રવિવારે એક નિર્માણાધીન પુલ અચાનક તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં જાનમાલના નુકસાનની માહિતી હજુ સુધી મળી નથી.
આ પહેલીવાર નથી જ્યારે પુલનો ભાગ નદીમાં પડ્યો હોય. આ પુલ અગાઉ પણ ક્ષતિગ્રસ્ત થયો છે, ત્યારબાદ આ પુલ બીજી વખત અકસ્માતનો શિકાર બન્યો છે. આવી સ્થિતિમાં બ્રિજની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ પહેલા ગત વર્ષે 27 એપ્રિલે નિર્માણાધીન પુલનો એક ભાગ નદીમાં પડી ગયો હતો. ત્યારે પુલનો ભાગ તૂટી પડવાનું કારણ જોરદાર તોફાન અને વરસાદ હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેના કારણે 100 ફૂટ લાંબો ભાગ નદીમાં પડી ગયો હતો. તે સમયે કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પુલનો શિલાન્યાસ ચાર વર્ષ પહેલા નીતિશ કુમારે કર્યો હતો.
જો કે આ પુલના 10, 11 અને 12 નંબરના પિલ્લરને નુકસાન થયું હતું અને નીચે પડી ગયા હતા. જેના કારણે આખો પુલ પણ ધરાશાયી થયો હતો. આ ચાર લેનનો પુલ છે જે ગંગા નદી પર બની રહ્યો હતો. આ પુલનું સુપર સ્ટ્રક્ચર નદીમાં પડી ગયું છે.
આ સાથે જ એવું માનવામાં આવે છે કે બ્રિજનો જે ભાગ પડ્યો છે તે લગભગ 200 મીટરનો હશે. હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. જણાવી દઈએ કે એસપી સિંગલા કંપની આ બ્રિજ બનાવી રહી છે. જ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે ઘટનાની જાણકારી મેળવીને વિગતવાર માહિતી લીધી હતી અને ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.
આ સાથે જ તેમણે આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા પણ કહ્યું છે. આ સાથે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ પુલ ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં બનાવવામાં આવી રહ્યો હતો, જે ખગરિયા અને ભાગલપુર જિલ્લાઓને જોડવામાં મદદ કરશે.