પીએમના નેતૃત્વમાં ભારતે સર્વગ્રાહી અભિગમ દ્વારા જૈવવિવિધતા સંરક્ષણનું અનોખું મોડલ ઘડ્યું છે- ભૂપેન્દ્ર યાદવ
જામનગર :કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન તેમજ શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સર્વગ્રાહી અભિગમ દ્વારા જૈવવિવિધતા સંરક્ષણનું અનોખું મોડલ ઘડ્યું છે. આજે ગુજરાતમાં દ્વારકાના રુક્મિણી મંદિર પાસે હરિયાલી મહોત્સવને સંબોધતા યાદવે પર્યાવરણ અને આશ્રિત જીવો વચ્ચેના નિર્ણાયક સંતુલનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળની સરકારે આ સંદેશને વૈશ્વિક સ્તરે ફેલાવવા માટે મિશન લાઇફ શરૂ કર્યું છે.
Addressed Haryali Mahotsav near Dwarka’s Rukmini Temple today, under which a mangrove plantation drive was organised.
Under PM Shri @narendramodi ji, India has devised a unique biodiversity conservation model through a holistic approach. pic.twitter.com/NzRtSZ5Qa0
— Bhupender Yadav (@byadavbjp) July 6, 2023
મંત્રીએ જીવસૃષ્ટિની ખાદ્ય શૃંખલાનું સંરક્ષણ કરીને અને ટોચના શિકારીની સુખાકારી સુનિશ્ચિત કરીને નિર્ણાયક ઇકોસિસ્ટમના પર્યાવરણીય સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટ ડોલ્ફિન અને પ્રોજેક્ટ લાયનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ્સ અને ડોલ્ફિન્સના મહત્વ પર દરિયાઈ જીવસૃષ્ટિના સ્વાસ્થ્ય અને તેમના સંરક્ષણના ઇકોલોજીકલ સૂચક તરીકે ભાર મૂક્યો હતો.
સંરક્ષણ પહેલમાં બહુવિધ હિસ્સેદારોની સહભાગિતાને આમંત્રિત કરતાં યાદવે તાજેતરમાં શરૂ કરાયેલ ગ્રીન ક્રેડિટ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપવા માટે ઉદ્યોગોને હાકલ કરી હતી. તેમણે કાર્બન સિક્વેસ્ટ્રેશન અને ગ્રીન કવર વધારવામાં ઉદ્યોગોની ભૂમિકા અને યોગદાનને રેખાંકિત કર્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે આ સંદર્ભમાં જાહેર-ખાનગી ભાગીદારી એક અસરકારક સાધન છે. ગુજરાતે મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે પીપીપી મોડેલમાં અસાધારણ કામગીરી કરી છે તે સ્વીકારીને તેમણે ખુશી વ્યક્ત કરી હતી. જો કે, ઐતિહાસિક મેન્ગ્રોવ વિસ્તારોને ઓળખવા અને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્નો જરૂરી છે, જે પહેલાથી જ ખરાબ સ્થિતિમાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.
યાદવે મેન્ગ્રોવ સિંકમાં 30% વધારો હાંસલ કરવામાં મદદ કરવા માટે સેલ્ફ હેલ્પ ગ્રૂપ દ્વારા મેન્ગ્રોવ પ્લાન્ટેશન ટાર્ગેટ, મેન્ગ્રોવ નર્સરીઓનો સ્ટોક, આજીવિકાની તકો, પ્રચાર અને આઉટરીચ પ્રોગ્રામ તેમજ મેન્ગ્રોવ વિસ્તારોમાં ઇકો-ટૂરિઝમ જેવી મુખ્ય પ્રવૃત્તિઓના મહત્વ પર ભાર મૂક્યો હતો.
મંત્રીએ મેન્ગ્રોવ્સના સંરક્ષણ અને ભારત મેન્ગ્રોવ એલાયન્સમાં સામેલ થવા માટે તાજેતરમાં શરૂ કરાયેલા MISHTI કાર્યક્રમ વિશે સભાને માહિતી આપી હતી. તેમણે બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પ્રકાશન વિશે વાત કરી જેમાં ભારતમાં નોંધાયેલા મેન્ગ્રોવ્સની 500 પ્રજાતિઓની ગ્લોસરીનો સમાવેશ થાય છે.
મહાનુભાવોના હસ્તે મેન્ગ્રોવ્ઝનું પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના ભાગરૂપે વન વિભાગ અને ઓળખાયેલી પ્રતિષ્ઠિત કંપનીઓ વચ્ચે MISHTI (મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર ધ શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જિબલ ઇન્કમ) હેઠળના એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મેન્ગ્રોવ સંરક્ષણ અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ‘ફોરેસ્ટ હીરોઝ’નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.