Site icon Revoi.in

નવી શિક્ષણ નિતી હેઠળ ઘોરણ 10 અને 12માંથી બોર્ડ હટાવવામાં આવશે નહી- જો કે વર્ષમાં 2 વખત પરિક્ષા આપી શકાશે

Social Share

અમદાવાદ – છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોના મોઢે અમ સાંભળવા મળી રહ્યું હતું કે હવે ઘોરણ 10 ્ને 12માંથી બોર્ડ નિકળી જશે જો કે આ વાત તદ્દન ખોટી સાબિત થઈ છે, નવી શિક્ષણ નિતી હેઠળ ઘોરણ 12 અને 10મા બોર્ડ યથાવત રાખવામાં આવશે.

નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત ધોરણ 10ની પરીક્ષામાંથી બોર્ડ રહેશે જ. ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. જો કે નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓને પોતાના પસંદગીના વિષયો લેવાની છૂટ આપવામાં આવી છે ,ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના સંયુક્ત નિયામકે આ બાબતે જાહેરનામું જારી કર્યું છે.

નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા એક વિગતવાર નોટિફિકેશન જાહેર કરાયું છે.જેમાં કહેવામાં આવ્યું છે કે  વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાના માળખાની પુન;રચના કરાશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં આગામી દિવસોમાં નવી એજ્યુકેશન નિતી લાગુ થવાની છે. ત્યારે આ નવી વ્યવસ્થામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કાઢી નાખવામાં આવશે તે મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો. ધોરણ 8 અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ બોર્ડની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓની આ ગેરસમજ દૂર કરવામાં આવી છે.

જો કે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ નિતી હેઠળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પરીક્ષાના માળખાની ફરી રચના થશે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ હવેથી વિષયોની પસંદગી કરી શકશે. વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે.