Site icon Revoi.in

નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી સમયમાં સ્નાતક ડિગ્રીના વિદ્યાર્થીઓ સ્ટ્રીમ બદલી શક્શે

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિક્ષણનું સ્તર વધારવાની દિશાની કામગીરી કરવામાં આવી રહી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી સમયમાં સ્નાતક ડિગ્રીના વિદ્યાર્થીઓ સ્ટ્રીમ બદલી શક્શે. આગામી સમયમાં નવી શિક્ષણ નીતિના કારણે ગુજરાતમાં શિક્ષણનું માળખુ વધુ મજબુત બનશે. તેવી ભલામણ ગુજરાતમાં નવી શિક્ષણનીતિને લઈને રચાયેરી સમિતિએ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જુલાઇ 2020માં મળેલી કૅબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિને મંજૂરી આપી દેવાઈ હતી. નવી શિક્ષણનીતિ અનુસાર પ્રવર્તમાન શૈક્ષણિક માળખામાં અસંખ્ય પરિવર્તનો સૂચવવામાં આવ્યાં છે. આ નીતિ અંતર્ગત શાળાશિક્ષણની સાથે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે પણ ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. નવી શિક્ષણ નીતિને લઈને ગુજરાત સરકારે કવાયત શરૂ કરી છે. સરકારે એક કમિટી  બનાવી હતી. આ શિણનીતિના સૂચનો માટે આ કમિટીની રચના કરવામાં આવી હતી. સૂચનો માટે બનાવેલી આ કમિટીની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ નવીન શેઠ જણાવ્યુ હતુ કે, જૂની શિક્ષણ નીતિ કરતા અનેક ફેરફારો નવી શિક્ષણનીતિમાં તમને જોવા મળશે. સેનેટની જગ્યાએ ગવર્નર બોડી અસ્તિત્વમાં આવશે સાથે જ એક સરખો અભ્યાસક્રમ જોવા મળશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી સમયમાં સ્નાતક ડિગ્રીના વિદ્યાર્થીઓ સ્ટ્રીમ બદલી શક્શે. આગામી સમયમાં નવી શિક્ષણ નીતિના કારણે ગુજરાતમાં શિક્ષણનું માળખુ વધુ મજબુત બનશે.

(PHOTO-FILE)