ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારની જનતાને મોટી ભેંટ, LPG સિલિન્ડર પર વધુ એક વર્ષ સુધી મળશે સબસિડી
- ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારની જનતાને ભેંટ
- LPG સિલિન્ડર પર વધુ એક વર્ષ સુધી મળશે સબસિડી
દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત જનતાને રાહત આપી રહી છે ત્યારે હવે એલપીજી સિલિન્ડરને લઈને કેન્દ્રએ દેશની જનતાને મોટી ભએંટ આપી છએ પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મોટી જાહેરાત કરી છે. જે હેઠળ હવે LPG સિલિન્ડર પર વધુ એક વર્ષ સુધી સબસિડી મળતી રહેશે.
આ બાબતને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વૈશ્વિક કારણોસર ગરીબ લોકો પર આર્થિક ભાર ન પડે તે માટે 2022માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર અને એક સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં કોઈ મોટો ફેરફાર નથી, તેથી આ સબસિડી વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવાયો છે.
હવે દેશના 9.60 કરોડ લાભાર્થીઓને તેનો લાભ મળશે સરકારે ગયા વર્ષે મે મહિનામાં પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 12 સિલિન્ડર સુધી 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી. મોંઘવારીનો બોજ ઘટાડવા માટે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડ લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા, સરકાર ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને પ્રથમ ગેસ સિલિન્ડર મફતમાં આપે છે. એક વર્ષમાં 12 ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની વધારાની સબસિડી આપવામાં આવે છે. આ યોજના દ્વારા ગરીબ આર્થિક વર્ગના લોકો સુધી એલપીજી સિલિન્ડરની સુવિધા પહોંચી છે.