દિલ્હીઃ અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમે પ્રત્યાર્પણ રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી ઉપર ઈન્કાર કરીને હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા અન્ડર વર્લ્ડ ડોન અબુ સલેમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ રજૂઆત કરી હતી કે, પોર્ટુગલથી પ્રત્યાર્પણ સમયે સરકારે જે શરતો સ્વીકારી હતી તેનું પાલન કરવામાં આવતું નથી. તેમજ વધુ કેસ ચલાવવામાં આવી રહ્યા છે. તેની કસ્ટડી ગેરકાયદેસર છે. આ ઉપરાંત મુંબઇની તલોજા જેલથી દિલ્હીની તિહાડ જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અરજી હાઈકોર્ટમાં કરવા માટે નિર્દેશ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 257 લોકોના મોત થયાં હતા. આ કેસમાં અદાલતે સલેમને 25 વર્ષની સજા ફરમાવી છે.