- અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી
- દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં કરાયો દાખલ
- થોડા દિવસ પહેલા કોરોનાથી થયો હતો સંક્રમિત
દિલ્હી : સમગ્રદેશમાં કોરોનાનો કાળો કહેર છે.સૌ કોઈ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.ત્યારે અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન પણ કોરોના પોઝિટિવ છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.આ માહિતી તિહાડ જેલના અધિકારીઓએ સોમવારે દિલ્હીની સેશન્સ કોર્ટને આપી હતી. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
રાજને ઈન્ડોનેશિયાથી બાલીને પ્રત્યાર્પણ કર્યા બાદ 2015 માં ધરપકડ થયા બાદ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. મુંબઇમાં તેની વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસો સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી કરવા માટે એક વિશેષ અદાલતની રચના કરવામાં આવી છે.
તિહાડના સહાયક જેલરે સેશન્સ કોર્ટને જણાવ્યું હતું કે,તે કેસની સુનાવણીના સંદર્ભમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજનને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી શકાય તેમ નથી,કારણ કે ગેંગસ્ટર કોવિડ -19 થી સંક્રમિત થઇ ચુક્યો છે અને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી તિહાડમાં બંધ કેદીઓઓમાં કોરોનાનું સંક્રમણ અચાનક જ વધી ગયું છે. અગાઉ તિહાડમાં દિલ્હી રમખાણોના આરોપી અને જેએનયુના પૂર્વ વિદ્યાર્થી, ઉમર ખાલીદ કોરોનાથી સંક્રમિત થયો હતો. હાલ તેની સારવાર તિહાડ જેલમાં જ ચાલી રહી છે.