દેશમાં ઘટી રહી છે બેરોજગારી, જુઓ હવે કેટલો થયો અનએમ્પ્લોયમેન્ટનો દર?
નવી દિલ્હી: રોજગારના મોરચા પર ભારત માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં આવેલા આંકડા પરિસ્થિતિના બહેતર થવાના સંકેત આપે છે. અહેવાલ છે કે શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીના દરમાં ભારે ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં રોજગારના મામલામાં મહિલાઓ અને પુરુષો બંનેના જ ગ્રાફ વધતા દેખાય રહ્યા છે. ખાસ વાત એ છે કે વિપક્ષ સતત સરકારને બેરોજગારીના મુદ્દા પર ઘેરતો રહ્યો છે.
ગત વર્ષની સરખામણીમાં 2024માં ભારતને બેરોજગારી પર લગામ લગાવવામાં સફળતા મળી છે. ભારતના શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેનાથી વધુ વયના વ્યક્તિઓની વચ્ચે બેરોજગારીનો દર ઓક્ટોબર, 2023 દરમિયાન ઘટીને 6.5 ટકા થયો હતો. સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાથી આ જાણકારી સામે આવી છે. ગત વર્ષની સમાન અવધિમાં બેરોજગારી દર 7.2 ટકા હતો.
સમય અંતરાલ પર શ્રમબળના આંકડા ઉપલબ્ધ થવાના મહત્વને ધ્યાનમાં રાખીને એનએસએસઓએ એપ્રિલ, 2017માં આવધિક શ્રમ બળ સર્વેક્ષણ શરૂ કર્યું હતું. પીએલએફએસ ત્રિમાસિક બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે પુરુષો માટે બેરોજગારીનો દર ઓક્ટોબર-ડિસેમ્બર 2022ના 6.5 ટકાથી ઘટીને ઓક્ટોબર-ડિસેમ્બર 2023માં 5.8 ટકા થયો.
સમાન અવધિમાં મહિલાઓ માટે બેરોજગારીનો દર 9.6 ટકાથી ઘટીને 8.6 ટકા થયો. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે શહેરી ક્ષેત્રોમાં 15 વર્ષ અને તેનાથી વધુ વયના વ્યક્તિઓ માટે શ્રમિક જનસંખ્યા અનુપાત એટલેકે ડબ્લ્યૂપીઆર ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં 46.6 ટકા રહી ગયો, જે ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં 44.7 ટકા હતો.