- પઠાનકોટમાં ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો
- સમગ્ર જીલ્લામાં જારી
ચંડીગઢઃ- દેશના કેટલાક રાજ્યોમાં કે જ્યા પાકિસ્તાનની સરહદ નજીક પડી રહી છે ત્યા આતંકીઓની નજર અટકેલી હોય છે,અવારનવરા શાંતિનો ભંગ કરવાના પ્ર.ત્નો કરતા રહેતા હો. છે ત્યારે પંજાબના પઠાનકોટ શહેરના લશ્કરી વિસ્તાર ત્રિવેણી દ્વાર ગેટ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.
મળતી માહિતીપ્રમાણે વિતેલી રવિવારની રાત્રી એક વાગ્યે પઠાણકોટના કાથવાલા પુલથી ધીરા તરફ જતા સેનાના ત્રિવેણી ગેટ પર મોટરસાઇકલ સવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. જોકે, ગેટ પર ફરજ પરના જવાન થોડા અંતરે હતા. જેથી કોઈને ઈજા થઈ ન હતી. સૈન્ય અધિકારીઓ પણ એ કહી શકતા નથી કે ગ્રેનેડ ફેંકનારા બાઇક સવારો ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા.જો કે આ અંગેની તપાસ ચાલી રહી છે.આ ઈસમોની શોધખોળ કરવામાં આવી રહી છે.
વિસ્ફોટની અંગેની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.