1. Home
  2. ગુજરાતી
  3. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આસપાસ અભેદ સુરક્ષા કવચ, સુરક્ષા કાફલામાં મિસાઈલનો પણ સમાવેશ
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આસપાસ અભેદ સુરક્ષા કવચ, સુરક્ષા કાફલામાં મિસાઈલનો પણ સમાવેશ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આસપાસ અભેદ સુરક્ષા કવચ, સુરક્ષા કાફલામાં મિસાઈલનો પણ સમાવેશ

0
Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ 12 દિવસોમાં રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓના નામ સૌથી વધુ હાઈલાઈટ થયા છે. હાલમાં ઘણા દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં અનેક પ્રતિબંધો પણ રશિયા ઉપર લાધ્યાં છે. જો કે, રશિયાના રાષ્ટ્રપતિ દુનિયાના વિવિધ દેશોના પ્રતિબંધ વચ્ચે પણ યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહી અંગે મક્કમ છે અને રશિયન સૈના કિવ અને ખારકીવ શહેર ઉપર કબજો કરવા માટે સતત આગળ વધી રહી છે. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અભેદ સુરક્ષા કવચ વચ્ચે રહે છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિશે બહુ ઓછું લોકો જાણે છે. પોતાના અંગત જીવનને અલગ રાખનાર પુતિન કેજીબીના ભૂતપૂર્વ એજન્ટ છે અને પોતાની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધ રહે છે. તેમની સુરક્ષા ખૂબ જ કડક છે. કોરોના વેવ દરમિયાન, જ્યારે લોકો ચેપનો શિકાર બની રહ્યા હતા, ત્યારે તેમના સુરક્ષા સલાહકારે પુતિનથી 20 ફૂટ દૂર ચાલવાની સલાહ આપી હતી. આ ઉપરાંત, પ્રથમ વેવ દરમિયાન, જ્યારે તે હોસ્પિટલમાં દર્દીઓને મળવા ગયા ત્યારે પણ તેઓ ખાસ સૂટ પહેરીને જોવા મળ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિના અંગરક્ષકો પોતાને તેમના “મસ્કેટીયર્સ” કહે છે. તેમના બોડીગાર્ડમાં રશિયાના ફેડરલ સિક્યુરિટી ફોર્સ (FPS) અથવા FSO ના જવાનો પણ સામેલ છે. આ અંગરક્ષકોને અનેક પ્રકારની છૂટ આપવામાં આવી છે. તેઓ કોઈપણ વોરંટ વિના માત્ર શંકાના આધારે લોકોની તલાશ અથવા ધરપકડ માટે આદેશ જારી કરી શકે છે.

પુતિનના બોડીગાર્ડ બનવાની પ્રક્રિયા સામાન્ય નથી. આ માટે તેઓએ ઘણી પરીક્ષાઓ પાસ કરવી પડે છે. વેબસાઈટ ‘બિયોન્ડ રશિયા’ અનુસાર, આ પરીક્ષણોમાં ઓપરેશનલ સાયકોલોજી, શારીરિક સહનશક્તિ, ઠંડી સહન કરવાની ક્ષમતા અને ગરમીમાં પરસેવો ન પડવા દેવાનો પણ સમાવેશ થાય છે. પુતિનની સુરક્ષા કરતા બોડીગાર્ડ હંમેશા બુલેટપ્રુફ જેકેટમાં હોય છે. તેમ જ તેઓ પોતાની પાસે હંમેશા બુલેટપ્રૂફ બ્રીફકેસ અને રશિયન બનાવટની 9mm SR-1 વેક્ટર પિસ્તોલ રાખે છે.

આ ગાર્ડ પુતિનની મુલાકાતના મહિનાઓ પહેલા જે તે સ્થળોની માહિતી અને સુરક્ષાની તપાસ કરે છે. પ્રવાસ દરમિયાન હવામાન કેવું રહેશે તેની પણ ચકાસણી કરવામાં આવે છે. પુતિન જ્યાં રોકાય છે ત્યાં જામિંગ ડિવાઇસ પણ લગાવવામાં આવે છે.

રશિયાના રાષ્ટ્રપતિ સશસ્ત્ર કાફલાઓ વચ્ચે ચાલે છે. આ હથિયારોમાં ઘણી મિસાઈલો પણ સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુતિન જ્યારે ભીડમાં હોય છે ત્યારે તેમની પાસે સુરક્ષાના ચાર કવચ હોય છે. પુતિનના અંગરક્ષકો પ્રથમ હોય છે. બીજો વિભાગ ભીડમાં ક્યાંક છુપાયેલો હોય છે. ત્રીજો ઘડો ભીડની કિનારા પર હોય છે જ્યારે ચોથો વિભાગ આસપાસના ટેરેસ પર છે. જેમાં સ્નાઈપર્સનો પણ સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code