- સાયબર હેકર્સ લોકોનો ત્રાસ
- આ માલવેરને કરો અનઈન્સ્ટોલ
- તમારો ડેટા રહેશે સલામત
આજના સમયમાં લોકો હવે હેકર્સથી વધારે ડરી રહ્યા છે કારણ કે હેકર્સ આર્થિક રીતે વધારે નુક્સાન પહોંચાડે છે અને ડેટાની પણ ચોરી કરી લે છે. પહેલાના સમયમાં હથિયાર સાથે યુદ્ધ થતા હતા પણ હવે જમાનો સાયબર વોરનો છે કે જેમાં દેશો એકબીજા પર સાયબર વોર કરતા હોય છે.
હાલ આ બાબતે સંશોધકો દ્વારા નવી શોધ કરવામાં આવી તેમાં કહેવામાં આવ્યું કે એક નવું એન્ડ્રોઈડ માલવેર છે જે જે વપરાશકર્તાઓના સ્થાનને ટ્રેક કરે છે અને ઓડિયો રેકોર્ડ કરે છે. આ એન્ડ્રોઇડ માલવેર એજ શેર-હોસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. જેનો ઉપયોગ રશિયન હેકર્સની ટીમ, તુર્લાએ કર્યો છે.
જો કે, એ જાણી શકાયું નથી કે નવા માલવેર સાથે રશિયન હેકર્સનો કોઈ સંબંધ છે કે કેમ. આ માલવેર માલીશિયસ APK ફાઇલ દ્વારા ડિવાઈસ સુધી પહોંચે છે. તે એન્ડ્રોઇડ સ્પાયવેર તરીકે કામ કરે છે અને વપરાશકર્તાઓની જાણ વગર તેનું કામ કરતું રહે છે.
જો વાત કરવામાં આવે તેની ઓળખ વિશે તો થ્રેટ ઇન્ટેલિજન્સ ફર્મ Lab52 ના સંશોધકોએ આ એન્ડ્રોઇડ માલવેરની ઓળખ કરી છે, જેને પ્રોસેસ મેનેજર નામ આપવામાં આવ્યું છે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તે ડિવાઈસના એપ્લિકેશન ડ્રોઅર પર ગિયર-સેપ્ડના આઇકન તરીકે દેખાય છે.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે એપ્લિકેશન જ્યારે ડિવાઈસ પર પ્રથમ વખત ચલાવવામાં આવે છે ત્યારે કુલ 18 પરવાનગીઓ માટે પૂછે છે, જેમાં ફોન સ્થાનની ઍક્સેસ, Wi-Fi માહિતી, ઇનબિલ્ટ કેમેરા સેન્સરથી તસ્વીરો અને વીડિયો લેવા અને ઑડિયો રેકોર્ડ કરવા માટે વૉઇસ રેકોર્ડરનો સમાવેશ થાય છે.