ગુજરાતમાં પ્રથમ કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું લોકાર્પણ કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે
- કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું લોકાર્પણ
- કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કર્યું લોકાર્પણ
- વિશ્વ નાળિયેર દિવસની શુભકામનાઓ પાઠવી
રાજકોટ:કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિશ્વ કોકોનેટ દિવસના અવસરે જૂનાગઢમાં ગુજરાતની પ્રથમ અને દેશની રાજ્યકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું લોકાર્પણ કર્યું હતું.આ સાથે મંત્રીએ વિશ્વ નાળિયેરી દિવસના અનુસંધાને કોચી (કેરળ) ખાતેના ખેડૂતોને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા અને વિશ્વ નાળિયેર દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
જૂનાગઢ શહેરના સરદાર બાગ ખાતેના બહુમાળી ભવનમાં કાર્યરત થયેલી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરીના શુભારંભ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કલેક્ટ ઇન્ચાર્જ કલેક્ટર મિરાંત પરીખ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષે ૨ સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ નારિયેળ દિવસ’ (World Coconut Day) ઉજવવામાં આવે છે.આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ એ નારિયેળ નું મહત્વ સમજાવવાનો અને તેની ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.આપણાં દેશમાં સદીઓથી નારિયેળનું આધ્યાત્મિક અને ઔષધિય મૂલ્ય રહેલું છે. પુજા-પાઠ માં અથવા તો શરીરની શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં નારિયેળ ખૂબ ઉપયોગી હોય છે. નારિયેળની મહત્વતા ને ધ્યાનમાં રાખીને દર વર્ષે ૨ જી સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ નારિયેળ દિવસ’ ઉજવવામાં આવે છે.