Site icon Revoi.in

કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રના કર્મચારીઓ માટે આપ્યા ખુશખબર – મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો

Social Share

દિલ્હીઃ દેશની સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા જ ખાસ ભેંટ આપી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે  પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ એચલે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ બુઘવારે રાજઘાની દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં ડીએ અને ડીઆર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બબાતે હવે આ નિર્ણયને કેબિનેટે  મંજૂરી આપી દીધી છે. ડીએનો નવો દર 1 જુલાઈથી લાગુ ગણવામાં આવશે. એટલે કે કર્મચારીઓને 4 મહિનાનું એરિયર્સ પણ મળવા પાત્ર બને છે. કર્મચારીઓને અત્યાર સુધી જે 42 ટકા ડીએ મળતું હતું તે હવે 46 ટકા થશે. નોંધનીય છે કે પેન્શનધારકોને પણ તેનો લાભ મળશે.

વર્ષ 2023 માટે, સરકારે પ્રથમ સુધારો કર્યો હતો અને 24 માર્ચ, 2023 ના રોજ ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જ્યારે 38 ટકા ડીએ 4 ટકાથી વધારીને 42 ટકા કરવામાં આવ્યો હતો. આ પછી, આ વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ 1 જાન્યુઆરી, 2023થી કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે

ઉલ્લેખનીય છે કે  છે કે તહેવારોની સિઝનમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા, જેને બુધવારે મંજુરી આપવામાં આવી હતી.આ સહીત પેન્શનરો માટે ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી દેશના લગભગ 1 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે અને તેઓના પગાર અને પેન્શનમાં જોરદાર વધારો થશે.