Site icon Revoi.in

કેન્દ્રીય કેબિનેટની આજે બેઠક, વર્તમાન લોકસભા ભંગ કરવાની ભલામણની શક્યતા

Social Share

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકની અધ્યક્ષતા કરશે. કહેવામાં આવ્યું છે કે આ બેઠક સવારે શરૂ થશે.

લોકસભા ચૂંટણી-2024ના પરિણામોની જાહેરાત બાદ યોજાનારી આ બેઠક પર સૌની નજર છે. આ બેઠક 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી મોદીના નિવાસ સ્થાને યોજાશે. તે 17મી લોકસભાના વિસર્જનની ભલામણ કરે તેવી શક્યતા છે, જેનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થાય છે.