Site icon Revoi.in

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે 5Gને લઈને મોટી જાહેરાત કરી 

Social Share

હાલ ભારતમાં ઘણી ટેલિકોમ કંપનીઓ 5Gના ટ્રાયલ કરી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં જ ભારતમાં 5G સેવા સંપૂર્ણપણે ઉપલબ્ધ થશે. આવી વાતો તો આપણે ઘણી સંભાળી પરંતુ હવે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે 5Gને લઈને મોટી જાહેરાત કરી છે. 5G સ્પેક્ટ્રમની હરાજી નિર્ધારિત સમયમર્યાદામાં સમયપત્રક મુજબ કરવામાં આવશે.કારણ કે અગાઉના કેટલાક અહેવાલોએ ભારતમાં 5G નેટવર્કને રોલઆઉટ કરવાની પ્રક્રિયામાં વિલંબની આગાહી કરી હતી. પરંતુ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેર કરેલા નિવેદન બાદ બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે ખાનગી ટેલિકોમ કંપનીઓ 2022-23માં જ 5G મોબાઈલ સેવાઓ શરૂ કરવા માંગે છે અને તેના સ્પેક્ટ્રમની હરાજી ચાલુ વર્ષમાં જ હાથ ધરવામાં આવશે. ટેલિકોમ કંપનીઓ દિલ્હી, મુંબઈ, જામનગર, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, લખનૌ, ગુરુગ્રામ, ગાંધીનગર, ચંદીગઢ, પૂણે અને વારાણસી સહિતના શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 5G ટ્રાયલ કરી રહી છે.રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે 5G રોલ આઉટ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.

નોંધનીય છે કે 5G સ્પેક્ટ્રમની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. ટેલિકોમ કંપનીઓ માગ કરી રહી છે કે સરકાર દ્વારા ઓછી કિંમતે 5G સ્પેક્ટ્રમ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ.

આ સાથે 6Gની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને તેની સ્પીડ 5G કરતા 50 ગણી ઝડપી હશે. એટલે કે 6Gમાં યૂઝર્સને જબરદસ્ત ઇન્ટરનેટ સ્પીડ મળશે.