Site icon Revoi.in

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાશ્મીરની મુલાકાતે

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તાજેતરમાં જ આતંકવાદીઓએ સુરક્ષા જવાનોના હાવન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. દરમિયાન સુરક્ષા એજન્સીઓ દ્વારા કેટલાક વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. જે પૈકી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન મૃતકોના પરિવારજનોએ સુરક્ષા જવાનો ઉપર ટોર્ચરનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે કાશ્મીર પહોંચ્યાં હતા. તેમજ ત્રણેય પીડિતના પરિવારજનોને મળીને ન્યાયની ખાતરી આપી હતી. આ દરમિયાન રાજનાથ સિંહની સાથે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ હાજર હતા. કથિત ત્રાસનો ભોગ બનેલા અન્ય ચાર લોકોની તબિયત પૂછવા માટે ત્રણેય સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલમાં પણ ગયા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જીએમસી હોસ્પિટલ પરિસરમાં કહ્યું, “જે પણ થયું, ન્યાય થશે.

દરમિયાન કેંન્દ્ર સરકારે બુધવારે (27 ડિસેમ્બર)એ મુસ્લીમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ જૂથ(MLJK-MA) પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારે આ કાર્યવાહી ગેરકાનુની ગતિવિધિ નિવારણ કાયદા (યુએપીએ) અનુસાર કરી છે. સંગઠન પર આરોપ છે કે, એના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ છે અને આતંકવાદી જૂથોને સમર્થન આપે છે. કેન્દ્રુીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મૂડિયા દ્વારા આ માહિતી આપી હતી. તેમણે સોશિયલ મૂડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે “આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી પ્રવૃતિઓમાં સામેલ છે, આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપે છે અને લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે.” ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે,” PM નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરૂદ્ધ કામ કરનાર કોઈ પણને બક્ષવામાં આવશે નહીં અને કાયદાના સંપૂર્ણ ગુસ્સાનો સામનો કરવો પડશે”