દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેર હજુ પણ સંપૂર્ણપણ પૂર્ણ થઈ નથી. હજુ પણ સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. આ સમયમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તથા રસાયણ તેમજ ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ ગઈ કાલે દેશભરમાં કોવિડ-19 સંબંધિત આવશ્યક દવાઓની ઉપલબ્ધતા અને પૂરવઠાની સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા દરમિયાન, એ નોંધવામાં આવ્યું કે તમામ આવશ્યક દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ દવાઓ માટેનો કાચો માલ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
8 દવાઓ માટે વ્યૂહાત્મક બફર સ્ટોક બનાવવામાં આવ્યો છે. અહીં 8 દવાઓની યાદી આપેલી છે. ટોસિલિઝૂમેબ, મિથાઈલ પ્રેડાઈનીસોલોન, એનેક્સોપાઈરિન, ડેક્સામિથાસોન, રેમડેસિવિર, એમ્ફોટેરિસિન બી ડિઓક્સાયકોલેટ, પોસાકોનાઝોલ તથા ઈન્ટ્રાવિનસ ઈમ્યુનોગ્લોબિલીન (IVIG) પુરતા પ્રમાણમાં છે. આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં કોરોનાવાયરસ સામેની લડાઈ સામે સરકાર જોરશોરથી લડી રહી છે અને છેલ્લા 1 અઠવાડિયામાં કેટલાક એવા દિવસો પણ આવ્યા કે જ્યારે દેશમાં એકજ દિવસમાં 1 કરોડથી વધારે લોકોને વેક્સિને આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 66 કરોડ લોકોને વેક્સિને આપવામાં આવી છે અને સરકાર ડિસેમ્બર સુધીમાં દેશના તમામ વ્યક્તિઓને વેક્સિનેટ કરી શકે છે.
દેશમાં હાલ કોરોનાવાયરસના કેસ તો ઘટી રહ્યા છે પરંતુ જાણકાર દ્વારા તે પણ સલાહ આપવામાં આવે છે કે કોરોનાવાયરસ મહામારીને હળવાશથી લેવી જોઈએ નહી. તમામ લોકોએ સંપૂર્ણ રીતે તકેદારી પણ રાખવી જોઈએ. કોરોનાવાયરસની ત્રીજી લહેર દરેક લોકોની બેદરકારીથી આવી શકે છે,.