Site icon Revoi.in

 ચીન,યૂરોપ ,દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોનાના  વધતા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી એ અધિકારીઓને એલર્ટ કર્યા

Social Share

 

દિલ્હીઃ- જ્યાં દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ ચીનમાં કોરોનાનું જોખમ ફરીથી મંડળાઈ રહ્યું છે, દૈનિક નોંધાતા કેસોમાં વધારો થયો છે આ સાથે જ પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં તથા યૂરોપમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેને લઈને વિશ્વના દેશઓ ચેતી રહ્યા છે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓને સતર્ક રહેવા અને દેખરેખ વધારવાનો નિર્દેશ આપ્યો છે.આ સાથે જ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી માંડવિયાએ બુધવારે અધિકારીઓને આ સૂચનાઓ આપી હતી તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં અત્યંત તકેદારી રાખવી જોઈએ અને જીનોમ સિક્વન્સિંગ મોટા પાયે થવી જોઈએ. જીનોમ સિક્વન્સિંગ દ્વારા જાણી શકાય છે કે કોરોના વાયરસ કોઈ નવું સ્વરૂપ તો નથી લઈ રહ્યો.

ઉચ્ચ સ્તરીય બેઠકમાં માંડવિયાએ દેશમાં ચાલી રહેલી મહામારીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે 27 માર્ચથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અંગે પણ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જો કે આ અંગે અગાઉ જારી કરાયેલો આદેશ પાછો ખેંચવાનો નિર્ણય લેવાયો નથી.

આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કારણ કે પડોશી દેશો, ખાસ કરીને ચીન, સિંગાપોર, વિયેતનામ અને યુરોપમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધવા લાગ્યા છે, તેથી આ સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં માંડવીયાએ  કોરોના મહામારીમાં સંચાલન અંગે ત્રણ મહત્વની સૂચનાઓ આપી હતી. સૌપ્રથમ સર્વેલન્સ વધારવું, જિનોમ સિક્વન્સિંગ વધારવું અને ઉચ્ચ સ્તરની તકેદારી જાળવવી.

કોરોના નવા નવા સ્વરુપ ઘારમ કરી રહ્યો હતો જેને લઈને આરોગ્યમંત્રીએ ખાસ આ બાબતે ધ્યાન રાખવાના આદેશ આપ્યા છે, વાયરસમાં નવા ફેરફારોને લઈને પણ સતર્કતા દાખવવાનું કહેવામાં આવ્યું છે.