Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરી શકે છે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ:સૂત્ર

Social Share

શ્રીનગર:કાશ્મીરમાં ભારતીય સેના એક પછી એક સર્ચ ઓપરેશન કરીને તમામ આતંકવાદીને ટાળી રહી છે,ખાત્મો બોલાવી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જઈ શકે છે, જેનાથી ભારતીય સેનાનું આત્મબળ પણ વધી શકે છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગૃહપ્રધાન અમિત શાહ 22 અને 23 ઓક્ટોબરે શ્રીનગર અને જમ્મુનો પ્રવાસ કરી શકે છે. તે દરમિયાન તે સરકારી કાર્યક્રમોમાં સામેલ થવાની સાથે સ્થાનિક લોકોની સાથે મુલાકાત પણ કરી શકે છે.

વિજય કુમારે કહ્યું કે,આ હત્યાઓ આતંકવાદીઓ અને ખાસ કરીને તેમના ગુંડાઓની હત્યાને કારણે થયેલી નિરાશાનું પરિણામ છે.જે ઘાટીમાં તેમના સમર્થકોને ખતમ કરવા અને કાયદો અને વ્યવસ્થાની સતત અને અસરકારક જાળવણીને કારણે સતત ચાલુ રહે છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે આ અઠવાડિયે ટાર્ગેટેડ હુમલાઓની વચ્ચે કહ્યું કે આ વર્ષે કાશ્મીરમાં અત્યાર સુધી 28 નાગિરકના મોત થયા છે. ત્યારે કાશ્મીરમાં મંગળવારથી અત્યાર સુધી 7 નાગરિકોના મોત થઈ ચૂક્યા છે અને વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે. કાશ્મીરના મહાનિરીક્ષક વિજય કુમારે એક નિવેદનમાં કહ્યું કે,આ 28માંથી 5 વ્યક્તિ સ્થાનિક હિન્દુ/ શિખ સમુદાય અને 2 ગેરસ્થાનિક હિન્દુ મજૂર હતા.

જો કે ઉલ્લેખનીય છે કે,આતંકવાદીના સંચાલકોએ હવે રણનીતિ બદલી દીધી છે અને નિશસ્ત્ર પોલીસકર્મીઓ,નાગરિકો,રાજનેતાઓ અને હવે એક મહિલા સહિત અલ્પસંખ્યક સમુદાયોના લોકોને નિશાનો બનાવવાની શરૂઆત કરી દીધી છે.