Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર ભારત સરકાર વિરુદ્ધ બોલી રહ્યાં છે પરંતુ દસ વર્ષના યુપીએના શાસનમાં થયેલા 12 લાખ કરોડના કૌભાંડ થયા તે અંગે બોલવાનું પસંદ નથી કરતા, દેશની જનતાને યુપીએ શાસનમાં થયેલા કૌભાંડનો હિસાબ હજુ યાદ છે, રજી, કોમનવેલ્થ સહિતના વિવિધ ભ્રષ્ટાચાર થયાં છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ વર્ષમાં ભ્રષ્ટાચારને લઈને એક પણ આરોપ નથી લાગ્યો તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. નવા સંસદભવનમાં સેંગલની સ્થાપના કરીને સંસદભવનમાં ભારતીય સંસ્કૃતિની સ્થાપિત કર્યું છે. એટલું જ નહીં અયોધ્યામાં વર્ષ 2024માં ભગવાન શ્રી રામજીનું ભવ્યતિ ભવ્ય મંદિર તૈયાર થઈ જશે.

ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહે પાટણમાં સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. યુપીએના શાસનમાં પાકિસ્તાનથી આલિયા-માલિયા અને ઝમાલિયા ભારતમાં આવીને આતંકવાદી હુમલા કરતા હતા પરંતુ તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ સામે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જો કે, મોદી સરકારે પ્રસ્થાપિત કર્યું છે કે, ભારતની સેના અને સીમા સાથે કોઈ છેડછાડ ચલાવી લેવાશે નહી, તેનો વળતો જવાબ આપવામાં આવશે. પાકિસ્તાને ઉરી અને પુલવામામાં આતંકવાદી હુમલા કર્યાં હતા. જેનો જવાબ ભારત સરકારે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક મારફતે આપ્યો છે. મજબુત ઈચ્છા શક્તિના કારણે જ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપી શકાયો છે. એટલું જ નહીં દેશમાં નવ વર્ષના શાસનમાં જાતિવાદના દુષણને દુર કરવાના પ્રયાસો કરવામાં આવ્યાં છે, જેના પરિણામે જ આપે દેશના વિવિધ રાજ્યોમાં વિકાસ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધ તથા દુનિયામાં કોઈ જગ્યાએ અશાંતિની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે જે તે દેશમાં ભરાયેલા ભારતીયોને પરત લાવવા માટે મોદી સરકારે અથાગ પ્રયાસ કર્યાં છે. રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે વિદેશની ભૂમિ ઉપર ભારતની નિંદા કરી છે. દેશની જનતા આ શાંતિથી જોઈ રહી છે. સેંગલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ અને વિપક્ષ વિરોધની રાજનીતિ કરી રહ્યું છે જ્યારે મોદી સરકાર વિકાસની રાજનીતિ કરી રહી છે. વિકાસની રાજનીતિનો વિકાસનો પ્રારંભ ગુજરાતથી થયો છે. 2019 બાદ 2024માં વિપક્ષ એકત્ર થવાનો પ્રયાસો શરૂ થયાં છે. વિપક્ષે રાહુલ ગાંધીના નૈતૃત્વમાં જ ચૂંટણી લડવી જોઈએ. વર્ષ 2024માં જોઈએ કે ભાજપ જીતે છે કે વિપક્ષ એકતા…