કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના નિર્ણયની કરી પ્રશંસા, તબીબી અભ્યાસક્રમોમાં અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગને મળશે અનામત
- ગૃહમંત્રી અમિત શાહએ કરી પીએમ મોદીની પ્રશંસા
- અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગોને મળશે અનામત
- મોદી સરકારનો આ નિર્ણય તે ઐતિહાસિક નિર્ણય
દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તબીબી અભ્યાસક્રમોમાં અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગને અનામત પ્રદાન કરવાના ઐતિહાસિક નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.
પોતાના ટ્વીટ્સમાં અમિત શાહે કહ્યું કે “મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં સ્નાતક (અંડરગ્રેજ્યુએટ) અને સ્નાકોત્તર (પીજી મેડિકલ /ડેન્ટલ અભ્યાસક્રમો)માં અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી વર્ગ માટે 27% અનામત અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામત પ્રદાન કરવાના ઐતિહાસિક નિર્ણય પર શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું.”
मेडिकल शिक्षा के क्षेत्र में स्नातक (Undergraduate) और स्नातकोत्तर (PG Medical/Dental courses) में अखिल भारतीय कोटा योजना में ओबीसी वर्ग के लिए 27% आरक्षण और आर्थिक रूप से कमजोर वर्ग के लिए 10% आरक्षण प्रदान करने के ऐतिहासिक निर्णय पर श्री @narendramodi जी का अभिनंदन करता हूँ।
— Amit Shah (@AmitShah) July 29, 2021
ગૃહમંત્રીએ કહ્યું કે “ઘણા સમયથી વિલંબિત આ માગણીને પૂરી કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના કલ્યાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે. મોદી સરકારના આ નિર્ણયથી લગભગ 5550 વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે.”
बहुत समय से लंबित इस मांग को पूरा कर प्रधानमंत्री @narendramodi जी ने पिछड़े वर्ग और आर्थिक रूप से कमजोर वर्ग के कल्याण के लिए प्रति सरकार की कटिबद्धता को दर्शाया है। मोदी सरकार के इस निर्णय से लगभग 5550 छात्र लाभान्वित होंगे।https://t.co/HyVRoc7e57
— Amit Shah (@AmitShah) July 29, 2021
આ યોજના અંતર્ગત વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22થી તમામ સ્નાતક/સ્નાકોત્તર મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અખિલ ભારતીય ક્વોટા (AIQ) સીટોમાં ઓબીસી માટે 27 ટકા અનામતની સાથે, ઈડબલ્યુએસ માટે 10 ટકા અનામત પણ આપવામાં આવી રહ્યું છે.